Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન:ખાનગી વીજ કંપની સામે વિરોધ, રીબડાનો રેકોર્ડ તૂટ્યો

    2 days ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન, બુધવારે એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં ખેડૂતોએ કંપની દ્વારા થતા કથિત અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે, તેમણે રીબડાનો એક જ દિવસમાં સૌથી વધુ રક્તદાનનો રેકોર્ડ તોડ્યો હતો. જેતપર ગામે ખાનગી વીજ કંપનીની કામગીરીથી નારાજ થઈને ખેડૂતોએ 18 જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેનો આજે આઠમો દિવસ છે. આ આંદોલનમાં કોઈ રાજકીય આગેવાનો સામેલ નથી. સરકારે ખેડૂતોને મંત્રણા માટે બે-ત્રણ વખત આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ પોતાની માંગણીઓ લેખિતમાં સરકારને મોકલી આપી છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, સરકાર તેમની માંગણીઓ અંગે સ્પષ્ટતા કરે અને મુખ્યમંત્રી તેમને મળવા માટે લેખિત પત્ર આપે તે પછી જ તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા જશે. આ રક્તદાન કેમ્પ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાના વિરોધમાં યોજાયો હતો. બુધવારે સવારે 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં કુલ 5,551 બોટલ રક્ત એકત્રિત થયું હતું. બ્લડ બેંકો પાસે જરૂરી સાધનસામગ્રી ખૂટી પડતાં ગુરુવારે પણ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રીબડાનો રેકોર્ડ (5,419 રક્તદાતાઓ) જેતપર ગામના ખેડૂતોએ તોડ્યો છે. જેતપરમાં એક જ દિવસમાં 5,551 બોટલ રક્ત એકત્રિત થયું છે, અને કેમ્પ ચાલુ હોવાથી આ આંકડો હજુ વધવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ચેતવણીનું બોર્ડ છતા પસાર થતા કન્ટેનર ફસાયું:વસ્ત્રાલમાં કાચા રોડ પર કન્ટેનરના પાછળના ટાયર જમીનમાં ખૂંપી, JCBની મદદથી પણ બહાર ન નીકળ્યું
    Next Article
    Buildings Toppled, People Trapped: Pics Show Damage As Quakes Hit Venezuela

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment