Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાંથી ભારતીય જહાજ શિવાલિક સુરક્ષિત રીતે પસાર થયું:55,000 ટન LPG લાવવાની ક્ષમતા; ટ્રમ્પે કહ્યું- ઈરાનના ખાર્ગ આઈલેન્ડનો સૈન્ય અડ્ડો નષ્ટ

    16 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ યુદ્ધ વચ્ચે ભારતનું LPG (રસોઈ ગેસ) લઈ જતું જહાજ શિવાલિક શુક્રવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયું. જહાજોની અવરજવર પર નજર રાખતી વેબસાઇટ 'મરીનટ્રાફિક' અનુસાર, આ જહાજ 7 માર્ચે કતારથી અમેરિકા માટે રવાના થયું હતું. આ જહાજ ભારતની સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું છે અને તેમાં લગભગ 55,000 ટન LPG લઈ જવાની ક્ષમતા છે. આ જ કારણોસર આ જહાજનું સુરક્ષિત બહાર નીકળવું ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ફારસની ખાડીમાં આવેલા ખાર્ગ આઇલેન્ડ પરના ઇરાનના સૈન્ય મથકોનો નાશ કર્યો છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે જો જરૂર પડશે તો આ વિસ્તારના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવી શકાય છે. ઈરાનના લગભગ 80 થી 90% ક્રૂડ ઓઇલની નિકાસ આ જ ટાપુ પરથી થાય છે. ઈરાન Vs ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની પળેપળની જાણકારી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    The man who gives: How Sachin Tendulkar has quietly shaped Indian cricket’s greatest careers — one phone call at a time
    Next Article
    વડોદરામાં પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધી:રાત્રે 'નારાયણ અવન્યુ' સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો; ગણતરીના કલાકોમાં હત્યારા પતિને દબોચ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment