Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલામાં આ વર્ષે કેસર કેરીનાં ખેડૂતોને બમ્પર કમાણી:55 દિવસમાં 9.12 લાખ બોક્સનું રેકોર્ડબ્રેક વેચાણ, ગત વર્ષ કરતાં બમણું; ખેડૂતોને અંદાજે 200 કરોડની આવક

    2 days ago

    ગીર સોમનાથ ગીર પંથકની વૈશ્વિક ઓળખ અને ગૌરવ સમાન સ્વાદિષ્ટ કેસર કેરીની ચાલુ વર્ષની સીઝન સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત આશીર્વાદરૂપ અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહી છે. કુદરતની મહેરબાની અને સાનુકૂળ હવામાનને કારણે આ વર્ષે તાલાલા પંથકમાં કેસર કેરીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન અને વેચાણ નોંધાયું છે, જેણે ગીર વિસ્તારની આર્થિક રોનક બદલી નાખી છે. 55 દિવસમાં બમણી આવકનો ઐતિહાસિક રેકોર્ડ તાલાલાના પ્રખ્યાત સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સીઝનના માત્ર 55 દિવસમાં જ 10 કિલોગ્રામ વજન ધરાવતા ૯ લાખ ૧૨ હજારથી વધુ બોક્સ વેચાણ માટે આવી ચૂક્યા છે. ગત વર્ષની સરખામણી કરીએ તો, ગયા વર્ષે 44 દિવસની સીઝનમાં માત્ર 4.49 લાખ બોક્સની આવક નોંધાઈ હતી. આમ, ગત વર્ષના મુકાબલે આ વર્ષે માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક બમણાથી પણ વધુ નોંધાઈ છે. ખેડૂતોને અંદાજે 200 કરોડની કમાણી માર્કેટિંગ યાર્ડમાં થતી સત્તાવાર આવક ઉપરાંત, આ વર્ષે ગીરમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. યાર્ડમાં જે કેરી વેચાણ માટે આવે છે, તેના કરતાં અંદાજે ત્રણ ગણી વધુ કેરીનું સીધું વેચાણ ખેડૂતોએ પોતાના ખેતરો અને વાડીઓમાંથી જ સીધું ગ્રાહકો કે વેપારીઓને કર્યું છે. આ ડાયરેક્ટ માર્કેટિંગના પરિણામે તાલાલા પંથકના કેરી ઉત્પાદક ખેડૂતોને આ વર્ષે માત્ર કેરીના પાકમાંથી જ અંદાજે 200 કરોડ જેટલી મબલખ આવક થઈ હોવાનું અનુમાન છે. એપ્રિલ મહિના આકરા તાપે વધાર્યો કેરીનો સ્વાદ ચાલુ વર્ષે કેસર કેરીની સિઝન પૂરબહારમાં ખીલી હતી અને સૌથી મોટી રાહત એ રહી કે સીઝન દરમિયાન કમોસમી વરસાદ જેવું કોઈ મોટું વિઘ્ન નડ્યું નહોતું. આ કારણે કેરીનો પાક ઝાડ પર જ ખૂબ સારી રીતે સચવાઈ ગયો હતો. વળી, એપ્રિલ મહિનામાં પડેલા આકરા તાપના કારણે કેરીની ગુણવત્તા (ક્વોલિટી) અને મીઠાશમાં નોંધપાત્ર સુધારો થયો હતો, જેના કારણે ગ્રાહકોને આ વર્ષે અસલ ગીરની કેસર કેરીનો પૌષ્ટિક સ્વાદ મનભરીને માણવા મળ્યો છે. 150 ટન કેરીની વિદેશમાં નિકાસ સ્થાનિક બજારોમાં સારા ભાવો મળવાની સાથે આ વર્ષે કેસર કેરીની વિદેશી માંગમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. તાલાલા યાર્ડ સંચાલિત સરકારી પેક હાઉસ મારફતે ગત વર્ષે આશરે 92 ટન કેરી વિવિધ દેશોમાં મોકલવામાં આવી હતી. જેની સામે ચાલુ સિઝનમાં આ આંકડો વધીને 150 ટન સુધી પહોંચી ગયો છે. પેક હાઉસના સંચાલક અને દેવ કૃપા એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર દીપકભાઈ ચાંદેગરાના જણાવ્યા મુજબ, ચાલુ સિઝનમાં અમેરિકા, યુરોપ, ગલ્ફ દેશો અને કેનેડા સહિતના દેશોમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની નિકાસ થઈ રહી છે. એક્સપોર્ટનું કામકાજ હજુ પણ ચાલુ છે અને આગામી ૨૫મી જૂન સુધીના નિકાસ ઓર્ડરો પૂર્ણ કરવા માટે કેરી વિદેશ મોકલવાની કામગીરી અવિરત ચાલુ રહેશે. કેનિંગ પ્લાન્ટો દ્વારા પણ કેસર કેરીની ધૂમ ખરીદી કેસર કેરીની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને લોકપ્રિયતાને કારણે માત્ર તાજા ફળ તરીકે જ નહીં, પરંતુ પ્રોસેસ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ભારે ડિમાન્ડ રહી છે. કેરીમાંથી આઈસ્ક્રીમ, મેંગો પલ્પ , જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ બનાવતી મોટી પ્રોડક્ટ કંપનીઓ માટે વિવિધ કેનિંગ પ્લાન્ટો દ્વારા તાલાલા યાર્ડમાંથી મોટા પાયે કેરીની બલ્ક ખરીદી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો અને ઇજારદારો બંનેને ધાર્યા કરતાં વધુ અને સંતોષકારક ભાવો મળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Canada vs Bosnia Live Score FIFA World Cup 2026: Kick off shortly
    Next Article
    'ક્યાં જઈને શોધીએ મારા ચેલૈયા કુંવર':અધૂરા સપના અને ક્યારેય ન પૂરાયેલી ખોટ, અમદાવાદ પ્લેન ક્રેશનું સ્થળ ફરી એકવાર ડૂસકાં અને ચીસોથી ધણધણ્યું, જુઓ વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment