Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેક્સિકોથી નંબર મેળવ્યાનું કહી વાત શરૂ કરી:રાજકોટની કંપની સાથે રૂ. 5.44 કરોડની ઠગાઈ, રૂ 8.97 કરોડનું કાપડ ખરીદી માત્ર રૂ. 3.52 કરોડ ચૂકવ્યા

    19 hours ago

    રાજકોટની કંપની સાથે રૂપિયા 5.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં આરોપી દ્વારા પોતે ફેબ્રિક કાપડની ખરીદી કરવા માટે વાતચીત કરી પ્રથમ એક બે વખત માલ ખરીદ કરી રૂપિયા સમયસર આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ₹8.97 કરોડની કિંમતની ખરીદી કરી માત્ર ₹3.52 કરોડ ચૂકવ્યા હતા અને બાકીના ₹5.44 કરોડ ન ચૂકવી માલ બારોબાર વેચી દીધો હતો. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેક્સિકોથી નંબર મળ્યાનું કહી કાપડ ખરીદી માટે કંપનીના સેલ્સ હેડનો સંપર્ક કર્યો ફરિયાદી કેનીલ ભાવેશભાઇ સરધારાએ જણાવ્યું હતું કે, અમારી કંપની કિઆન-એમ એકસપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રાજેશભાઇ પરશોતમભાઇ માલવીયા તથા તેમનો દીકરો દર્શ માલવીયા છે. કંપની દ્વારા તારીખ 01.04.2022થી મને લીગલ કામ માટે ઓથોરાઇઝ કરવામા આવ્યો છે. ડિસેમ્બર, 2024માં અમારા સેલ્સના એક્સ્પોર્ટ હેડ તરીકે કામ કરતા તૃષાબેન પટેલનો આરોપી પ્રેમચંદ મિતલે સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓએ તેમનો નંબર મેક્સિકોથી મેળવ્યો છે અને તેમને અમારી કંપનીમાંથી ફેબ્રિક કાપડની ખરીદી કરવી છે. જેથી તૃષાબેને કંપનીની વિઝીટ કરવા માટે બોલાવ્યા હતા. બંને પક્ષો વચ્ચે મુલાકાત અને પેમેન્ટની ખાતરી મળતાં કંપની દ્વારા કાપડ સામાનની સપ્લાય ડિસેમ્બર 2024માં પ્રેમચંદ મિતલ અમારી કંપનીમાં તૃષાબેન પટેલને મળ્યા હતા અને ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં દિલ્હી ખાતે ભારત મંડપમમાં ફેબ્રીકેશનને લગત એક્ઝિબિશન યોજાયો હતો. જેમાં અમારી કંપનીનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પ્રેમચંદએ એક્ઝિબિશનમાં પણ અમારી કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને માલ મેળવતી વખતે પ્રેમચંદએ અમારી કંપની સાથે નિયમિત વેપારી વ્યવહાર અને પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. આથી તેઓની વાત ઉપર વિશ્વાસ રાખીને અમારી કંપનીએ તેમને કાપડનો માલ-સામાન આપ્યો હતો. પોઝિટિવ રેફરન્સના આધારે પ્રથમ ઓર્ડર મેળવી વિશ્વાસ માટે 30 દિવસ પછીનો ચેક આપ્યો વેરોસા એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ શ્રૃતીબેન ભંડેરી દ્વારા 'આ પ્રેમચંદ મિતલ સાથે માલ-સામાનની આપ-લે કરો' એવો પોઝિટિવ રેફરન્સ આપ્યો હતો અને ત્યારબાદ અમારી કંપનીને ઓર્ડર આપવાનુ શરૂ કર્યું હતુ. સૌ પ્રથમ તા.28.01.2025ના રોજ પર્ચેસ ઓર્ડર આપ્યો હતો, જે મુજબ અમારી કંપની પાસેથી તેઓએ સાટીન ડાઇંગ પ્રિન્ટનુ કાપડ 13,200 મીટર માલ સામાન મંગાવ્યો હતો. તા.22.02.2025ના કુલ રૂપિયા 17,60,225નો કાપડનો માલ-સામાન એસ.ટી.એસ. ટ્રાન્સલોગ સોલ્યુશન એલ.એલ.પી. મારફતે મોકલ્યો હતો. તેની સામે તેણે અમારી કંપનીને વિશ્વાસ મેળવવા 30 દિવસ બાદના ચેક આપ્યા હતા. કટકે-કટકે માલ મંગાવીને ક્રેડિટ લિમિટ વધારવાનું પૂર્વઆયોજિત કાવતરું બાદમાં આરોપીએ અમારા પાસેથી કટકે-કટકે કાપડનો માલ મંગાવવાનું ચાલુ રાખ્યું હતુ અને તેના કટકે-કટકે રૂપિયા ચુકવી આપતા હતા, જેથી અમારી કંપનીને આ કંપની ઉપર વિશ્વાસ આવ્યો હતો અને અમે તેની સાથે માલનું વેંચાણ કરતા હતા. ત્યારબાદ પ્રેમચંદ મીતલે અમારી કંપનીના સેલ્સ હેડ તૃષાબેન પટેલને તેમની કંપનીના કલ્પેશ કાપડીયાના નંબર આપ્યા હતા અને જણાવ્યું હતું કે હવે તમારી સાથે આ ભાઈ વાતચીત કરશે અને ત્યારબાદ કલ્પેશ ધંધા બાબતેની વાતચીત કરતો. આરોપી પ્રેમચંદએ કંપની સાથે શરૂઆતમાં વિશ્વાસ કેળવવા સમયસર પેમેન્ટ કરી અને પ્રથમથી જ છેતરપિંડી કરવાના ઇરાદે ક્રેડિટ લિમિટ વધારી હતી. કાપડનો મોટો જથ્થો ઉપાડ્યા બાદ રૂ.5,44,59,315નું ચૂકવણું ન કર્યું ત્યારબાદ મોટા પ્રમાણમાં માલ મંગાવી અને થોડું-થોડું પેમેન્ટ મોકલી કંપનીમાંથી મોટા પ્રમાણમાં માલ ઉપાડી લીધો હતો. તારીખ 22.02.2025થી 29.09.2025 સુધીમાં અલગ-અલગ ઇનવોઇસથી ટ્રાન્સપોર્ટ મારફતે કુલ રૂપિયા 8,97,04,605નું કાપડ વેચાણ કર્યું હતું અને તેની સામે કંપનીને તે લોકોએ કુલ રૂપિયા 3,52,45,290 ધ હિન્દુસ્તાન કો.ઓ.બેંક લિમિટેડ બેંક મારફતે કટકે-કટકે આપ્યા હતા અને કુલ 5,44,59,315ની રકમ આરોપીએ આપેલ ન હતી. આ બાબતે કંપની દ્વારા વારંવાર ફોન તથા અન્ય માધ્યમથી પેમેન્ટની માંગણી કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયામાં માલ ખરાબ નીકળ્યાનું બહાનું કાઢી બારોબાર વેચી માર્યો પ્રેમચંદએ કહ્યું કે મે તમારો માલ ઇન્ડોનેશીયા એકસપોર્ટ કર્યો છે અને તે માલ ખરાબ છે, તેવા બહાના કરી કોઇ માલ એકસપોર્ટ નહીં કરી બારોબાર લોકલ માર્કેટમાં વેચી દઈ છેતરપિંડી કરવાના ઇરાદાથી ખોટી માહિતી આપી કંપનીનું બાકી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી આચરી હતી. હાલ આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    US Orders Embassy Staff To Leave Saudi Arabia As Houthi Attacks Intensify
    Next Article
    Flooding of the Cauvery river wreaked havoc| રાણીપુરા ગામમાં કાવેરી નદીના પૂરે વેર્યો વિનાશ |Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment