Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો:અકોટાના જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ ચોરનાર દાહોદની ગેંગ ઝડપાઈ, 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

    12 घंटे पहले

    વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા એક જૈન મકાન દેરાસરમાંથી 540 વર્ષ જૂની અત્યંત કિંમતી પ્રાચીન પ્રતિમાઓ અને ચાંદીના મુગટ સહિતના દાગીનાની ચોરી કરનાર ત્રિપુટીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલી બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી અકોટા પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બારી તોડીને ચોરી આચરી હતી અકોટા રોડ પર આવેલી ચેતન સોસાયટીના એક જૈન મકાન દેરાસરમાં ગત 29 મેના રોજ રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા ચોરોએ દેરાસરની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોર ટોળકી ત્યાંથી પંચધાતુની સુમતિનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુની 540 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ, પંચધાતુનું ચક્ર, સોનાનું પ્લેટિંગ કરેલો ચાંદીનો મુગટ અને 16 કેરેટની અમેરિકન ડાયમંડની માળા સહિત આશરે રૂ. 1.85 લાખની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે અકોટા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 100થી વધુ CCTV ફેંદ્યા, ગોલ્ડન ચોકડી પરથી દબોચ્યા ધાર્મિક સ્થાનમાં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી 3 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે વિસ્તારના 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા તેમજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો ગોલ્ડન ચોકડી નજીક હાલોલ રોડ પર ચોરીની પ્રાચીન પ્રતિમાઓ સાથે દાહોદ તરફ ભાગવાની ફિરાકમાં ઊભા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ત્રણેય શંકાસ્પદ શખ્સોને પલ્સર બાઇક સાથે કોર્ડન કરીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની પ્રોફાઇલ પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે: ચોરીનો તમામ સામાન હેમખેમ રિકવર પોલીસે જ્યારે આરોપીઓની બેગની તલાશી લીધી તો તેમાંથી જૈન દેરાસરમાંથી ચોરાયેલી પંચધાતુની બંને પ્રાચીન પ્રતિમાઓ, પંચધાતુનું ચક્ર, ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા મળી આવી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ અકોટાના જૈન દેરાસરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. આ સફળ કામગીરી બાદ અકોટા પોલીસ સ્ટેશનનો વણઉકેલાયેલો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવા માટે અકોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર મેડિકલ કેમ્પ:ડ્રાઈવર અને કંડક્ટર સહિત 200થી વધુ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ, અમૃત જ્વેલર્સને 10 કરોડના આભૂષણો પરત કરવા પડ્યા
    Next Article
    જામનગરમાં સ્વામિનારાયણ મંદિરનાં વિકાસ અર્થે ભાગવત કથા:જુના સ્વામિનારાયણ મંદિર અને પવિત્રધામ બગસરા પ્રસાદી મંદિર દ્વારા 1 થી 7 જૂન દરમિયાન સપ્તાહ સાથે ત્રિમાતૃ મહોત્સવનું ભવ્ય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment