Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટૉપ પર:લખનઉને 54 રને હરાવ્યું; પ્રિયાંશે 93, કોનોલીએ 87 રન ફટકાર્યા

    4 days ago

    પંજાબ કિંગ્સે (PBKS) IPLમાં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે રવિવારની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 54 રનથી હરાવ્યું. દિવસની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. આ સીઝનનો આ હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 200 રન જ બનાવી શકી હતી. પ્રિયાંશ-કોનોલીએ 182 રન જોડ્યા પ્રિયાંશ આર્યાના 93 અને કૂપર કોનોલીના 87 રનની મદદથી પંજાબ 250ને પાર પહોંચ્યું હતું. બંનેએ 80 બોલ પર 182 રનની ભાગીદારી કરી હતી. પંજાબે 3 રનના સ્કોર પર પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી પ્રિયાંશ અને કોનોલીએ સદીની ભાગીદારી નોંધાવી હતી. અંતમાં નેહલ વઢેરા (13 રન), શશાંક સિંહ (17 રન) અને માર્કસ સ્ટોઇનિસે (29 રન) નાની પણ ઝડપી ઇનિંગ્સ રમીને ટીમને 254 રન સુધી પહોંચાડી દીધી હતી. લખનઉ તરફથી એમ સિદ્ધાર્થ અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ શમી અને મોહસિન ખાનને એક-એક વિકેટ મળી હતી. પંત લખનઉનો ટૉપ સ્કોરર, કોઈ ફિફ્ટી ન લાગી 255 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી લખનઉની ટીમે 10 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા અને 9 વિકેટ હાથમાં હતી. ત્યારબાદ ટીમે સતત વિકેટો ગુમાવી હતી. કોઈ પણ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહીં. કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 42 અને મિચેલ માર્શે 40 રનનું યોગદાન આપ્યું હતું. આયુષ બદોનીએ 35 રન બનાવ્યા હતા. માર્કો યાન્સેને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાખ અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી. પંજાબ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર યથાવત પંજાબે આ સીઝનમાં પાંચમી મેચ જીતી છે, જ્યારે લખનઉ સતત ત્રીજી મેચ હાર્યું છે. ટીમની આ એકંદર ચોથી હાર છે. પંજાબ 11 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને યથાવત છે, જ્યારે બીજી તરફ લખનઉ આઠમા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    Two months after labour protest at Barauni refinery, 11 men await clarity on overtime dues
    Next Article
    માર્ચમાં ઘરેલું LPG નો વપરાશ 13% ઘટ્યો:ઈરાન યુદ્ધને કારણે સપ્લાય પ્રભાવિત; પેટ્રોલ-ડીઝલની માગ 8% સુધી વધી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment