Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના તહેવારોમાં ભાવનગર એસ.ટી. વિભાગને 54 લાખની આવક:આઠ ડેપોએ 561 વધારાની એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું, 22,056 મુસાફરોને સુખદ યાત્રાની સુવિધા પૂરી પાડી

    7 hours ago

    દિવાળીના તહેવારો દરમિયાન મુસાફર જનતાને સરળ અને સુખદ મુસાફરીની સુવિધા પૂરી પાડવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના તમામ આઠ ડેપો દ્વારા મુસાફરોની જરૂરિયાત અને ઉત્કૃષ્ટ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધારાની એક્સ્ટ્રા બસ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભાવનગર એસટી વિભાગ દ્વારા 561 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાયું વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગર વિભાગ દ્વારા કુલ 561 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વધારાની ટ્રીપ દ્વારા કુલ 22,056 મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. આ કામગીરી થકી વિભાગને કુલ રૂ.54,09,780 ની માતબર આવક પ્રાપ્ત થઈ હતી. જ્યારે પ્રતિ કિલોમીટર રૂ.33.88 ની આવક મેળવવામાં આવી હતી. દિવાળીના પર્વ દરમિયાન એક્સ્ટ્રા બસ સંચાલનમાં એક પણ વાહન બ્રેકડાઉન ન થતાં અને મુસાફર જનતાને સુખદ મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં સફળતા મળતાં વિભાગીય નિયામકએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. ડેપોવાર એક્સ્ટ્રા બસોના સંચાલન થકી મેળવેલી આવકની વિગતો
    Click here to Read More
    Previous Article
    શોપિંગ ફેસ્ટિવલમાં AMC ₹46 લાખનો ખર્ચ કરશે:મ્યુનિસિપલ કોર્પોરેશનની ફેસ્ટિવલના આયોજન-સફળતા માટે પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત
    Next Article
    Gujarat Government | રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ| Health Department

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment