Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેગ્રીગેશન શેડ થયા બંધ:વાંસદાના 54 ગામોમાં 10.50 કરોડના‎સેગ્રીગેશન શેડ બિનઉપયોગી હાલતમાં‎

    14 hours ago

    વાંસદા તાલુકાના 54 ગામોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સેગ્રીગેશન શેડ યોજના છેવાડાના વિસ્તારમાં ફેઇલ જોવા મળી રહી છે. સૂકો ભીનો કચરોના નિકાલ માટે બનાવયેલ સેગ્રી-ગેશન શેડ શોભાના ગાંઠિયા સમાન છે, જે ઉપયોગમાં લેવામાં આવ્યા નથી. વાંસદા તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવવામાં આવેલા સેગ્રીગેશન શેડનો પૂરતો ઉપયોગ ન થતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. તાલુકાના 54 ગામોમાં અંદાજે રૂપિયા 10.50 કરોડના ખર્ચે ઉભા કરાયેલા આ શેડનો હેતુ ગામોમાં ઉત્પન્ન થતા કચરાનું ‘સૂકો’ અને ‘ભીનો’ વિભાજન કરી સ્વચ્છતા જાળવવાનો હતો પરંતુ વાસ્તવિક સ્થિતિમાં ઘણા ગામોમાં આ શેડ બિનઉપયોગી અથવા મર્યાદિત ઉપયોગમાં જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ જાળવણીના અભાવે શેડની સ્થિતિ ખરાબ બની રહી છે, તો કેટલાક સ્થળોએ તે લાવારિસ હાલતમાં પડ્યા હોવાની માહિતી મળી રહી છે. ગ્રામ પંચાયત સ્તરે યોગ્ય આયોજન, જાળવણી અને દેખરેખના અભાવે આ સુવિધાનો પૂરતો લાભ લોકો સુધી પહોંચતો નથી. પરિણામે, કચરા વ્યવસ્થાપન માટે ઉભી કરાયેલી વ્યવસ્થા અસરકારક રીતે કાર્યરત બની નથી. આ મુદ્દે તંત્ર દ્વારા માહિતી એકત્ર કરવાની અને શેડનો ઉપયોગ વધારવા માટે પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે. સેગ્રીગેશન શેડ શા માટે બંધ હોવા અંગે સ્પષ્ટતા મંગાશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના સેગ્રીગેશન શેડ શા માટે બંધ છે અને તેનો ઉપયોગ કેમ થતો નથી તે અંગે સરપંચો પાસેથી માહિતી મેળવી સ્પષ્ટતા માંગવામાં આવશે.> જિલ્લા વિકાસ અધિકારી, નવસારી સરપંચ સાથે ચર્ચા કરી પ્રયાસ કરાશે તાલુકાના ગામોના સેગ્રીગેશન શેડની વિગતો તલાટીઓ પાસેથી મંગાવી છે. શેડનો ઉપયોગ કેમ થતો નથી તે તપાસી સરપંચો સાથે ચર્ચા કરી તેનો ઉપયોગ શરૂ થાય તે માટે પ્રયત્ન કરાશે. >એસ. બારોટ, તાલુકા વિકાસ અધિકારી
    Click here to Read More
    Previous Article
    આજે CM પદ પરથી રાજીનામું આપશે નીતિશ કુમાર:તે પહેલાં છેલ્લી કેબિનેટ બેઠક બોલાવી; 4 વાગ્યે બિહારના નવા CMની જાહેરાત
    Next Article
    Gir Somnath Market Yard | તાલાલા મેંગો માર્કેટમાં 19 એપ્રિલથી થશે કેસર કેરીનું આગમન | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment