Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ:ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ, 53.26 સેકન્ડમાં 400 મીટર દોડ પૂર્ણ કરી

    1 day ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી છે. આ યુનિવર્સિટીની વિદ્યાર્થિની તથા રાજકોટની એમ.વી.એમ. મહિલા કોલેજની પ્રતિભાશાળી એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે 65મી નેશનલ ઇન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026ની મહિલા 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જાપાનમાં નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે. દેવયાનીબાની સિદ્ધિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ.હરીશ રાબાએ જણાવ્યું હતું કે, દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા છે. ભારતમાંથી આ ઇવેન્ટ માટે પસંદગી પામેલા ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા, સતત મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ મહિલા વિદ્યાર્થિની તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ યુનિવર્સિટીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ખેલાડી બન્યા છે. 400 મી. દોડમાં સિલ્વર મેડલ જીતી દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું દેવયાનીબાની આ સિદ્ધિ એક દિવસની સફળતા નથી. તેમણે અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફાય થવાની સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં મહિલા 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ઓલ ઇન્ડિયા તથા વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ લેવલ પર નોંધાવેલા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ક્વોલિફાઇંગ સમયના આધારે જ આજે તેઓ એશિયન ગેમ્સ સુધી પહોંચવામાં સફળ થયા છે. દેવયાનીબા ઝાલાની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ હવે તેમનું ભારત સરકાર દ્વારા એશિયન ગેમ્સની તૈયારી માટે આયોજિત ઇન્ડિયા કેમ્પ માટે પણ સિલેક્શન થયું છે. દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે તેઓ હવે વિશેષ તાલીમ મેળવી એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે. આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે વધુ એક ગૌરવની ક્ષણ બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે. યુનિવર્સિટીના રમતગમતલક્ષી વાતાવરણ, ખેલાડીઓને આપવામાં આવતી પ્રોત્સાહક સુવિધાઓ, શારીરિક શિક્ષણ વિભાગના સતત માર્ગદર્શન અને અધ્યાપકોના સમર્પિત પ્રયાસોના પરિણામે આજે દેવયાનીબા ઝાલા જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેલાડી તૈયાર થઈ છે. તેમની આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમત વિકાસની ગૌરવપૂર્ણ પરંપરાને વધુ મજબૂત બનાવે છે. યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, એમ.વી.એમ. મહિલા કોલેજના શારીરિક શિક્ષણ અધ્યાપિકા ડૉ. પુનમબેન જુડાસિયા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કુલપતિએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમ.વી.એમ. મહિલા કોલેજ, ગુજરાત અને સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ ગૌરવ સાથે ઉજ્જવળ બનાવશે એવી પૂર્ણ આશા છે. દેવયાનીબાની આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની સફળતા નથી પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રમતગમત ક્ષેત્રે સતત થઈ રહેલી પ્રગતિ, ગુણવત્તાસભર માર્ગદર્શન અને ખેલાડીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. તેમની આ ઉપલબ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને ભવિષ્યમાં વધુ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની નવી દિશા આપશે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર:ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીતની ફિફ્ટી કામ ન આવી
    Next Article
    Laapataa Ladies Actor Satendra Soni Alleges Filmmaker Threatened To Kill Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment