Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સહિતનાં 53 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ યોજાયો:રાજકોટ DRM ગિરિરાજ કુમાર મીનાએ મુસાફરો સાથે સંવાદ સાધી સ્વચ્છતા અને સુવિધાઓ અંગે ફીડબેક મેળવ્યો

    1 day ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ ડિવિઝનનાં તમામ 53 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં સ્વચ્છતા, મુસાફર સુવિધાઓ તેમજ રેલવે સેવાઓ અંગે તેમના અનુભવો, સૂચનો અને અપેક્ષાઓ જાણવાનો હતો. રાજકોટ સ્ટેશન પર DRMએ મુસાફરોનો અભિપ્રાય જાણ્યો રાજકોટ રેલવે સ્ટેશન પર DRM ગિરિરાજ કુમાર મીનાએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે સ્ટેશનની સ્વચ્છતા વ્યવસ્થા અને ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અંગે ફીડબેક મેળવ્યો હતો. આ દરમિયાન મુસાફરોના અનુભવો અને સૂચનો નોંધવાની સાથે તેમના પ્રશંસાપત્રો પણ મેળવવામાં આવ્યા હતા. ટ્રેનોમાં પણ સ્વચ્છતા અંગે ફીડબેક લેવાયો રાજકોટ ડિવિઝનની વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સ્વચ્છતા અંગે અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. મુસાફરોને ટ્રેનમાં સ્વચ્છતા વ્યવસ્થા અંગે પડતી મુશ્કેલીઓ, તેમના અનુભવો અને અપેક્ષાઓ જાણીને જરૂરી સુધારા કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી હતી. શેરી નાટક દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાઈ મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા રાજકોટ રેલવે સ્ટેશન પર કાર્મિક વિભાગ દ્વારા શેરી નાટક (નુક્કડ નાટક)નું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માધ્યમથી મુસાફરોને રેલવે પરિસર સ્વચ્છ રાખવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. DRM ગિરિરાજ કુમાર મીનાએ આ જાગૃતિ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કાર્મિક અધિકારી અમૃત સોલંકી સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર સહિતનાં વિવિધ સ્ટેશનો પર અધિકારીઓએ સંવાદ સાધ્યો રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ સાથે વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સ્ટેશન અધિક્ષકો અને કોમર્શિયલ ઇન્સ્પેક્ટરોએ ભક્તિનગર, જામનગર, હાપા, ખંભાળિયા, દ્વારકા, ઓખા, વાંકાનેર, મોરબી, થાન અને સુરેન્દ્રનગર સહિતનાં વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન મુસાફરોની સમસ્યાઓ, અપેક્ષાઓ અને સૂચનોની વિગતો મેળવવામાં આવી હતી. સાથે જ ડિવિઝનનાં તમામ 53 સ્ટેશનો પર વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. સૂચનોના આધારે સુવિધાઓમાં સુધારા કરાશે: DRM ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરો સાથેનો સીધો સંવાદ તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ સમજવાનું અસરકારક માધ્યમ છે. મુસાફરો તરફથી મળેલા સૂચનોના આધારે મુસાફર સુવિધાઓ અને સ્વચ્છતા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેલવે પરિસરને સ્વચ્છ રાખવાની જવાબદારી રેલવે પ્રશાસનની સાથે દરેક મુસાફરની પણ છે. લોકભાગીદારી અને સામૂહિક પ્રયાસો દ્વારા મુસાફરોને સ્વચ્છ અને બહેતર સુવિધાઓ સાથેની મુસાફરીનો અનુભવ આપી શકાય છે. રાજકોટ ડિવિઝન દ્વારા ‘રેલ જન સંવાદ’ના માધ્યમથી મુસાફરોની સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુસાફરો પાસેથી મળતા સૂચનોનો ઉપયોગ રેલવે સેવાઓ અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    NDTV World Summit 2026 Highlights: "Trade, Technology, Sea Routes, Being Weaponised Today": PM Modi
    Next Article
    JIO IPO News | JIO પ્લેટફોર્મ્સનો મેગા IPO ખુલતાસાથે જ ફુલ્લી સબ્સ્ક્રાઇબ થઈ ગયો | Jio Platforms

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment