Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    53 વર્ષથી પદ્મશ્રીની રાહ જોઈ રહ્યા છે ફારુખ એન્જિનિયર:1973માં અખબારમાં નામ છપાયું હતું; BCCI સરકારને પત્ર લખશે

    5 days ago

    ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર ફારુખ એન્જિનિયરને પદ્મશ્રી મળવાની રાહ 53 વર્ષ પછી પણ પૂરી થઈ નથી. 88 વર્ષીય એન્જિનિયરના મતે, 1973માં અખબારો દ્વારા તેમને જાણ થઈ હતી કે સરકારે તેમને પદ્મશ્રી માટે પસંદ કર્યા છે. તે સમયે તેઓ ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે રમી રહ્યા હતા. ટીમ મેનેજર હેમુ અધિકારીએ પણ તેમને આ અંગે જાણ કરી હતી. પરંતુ તે પછી તેમને સરકાર તરફથી કોઈ સત્તાવાર સૂચના મળી ન હતી. ન મેડલ મળ્યો કે ન પ્રમાણપત્ર. પદ્મ પુરસ્કારની વેબસાઇટ પર એન્જિનિયરનું નામ 1973ના પદ્મશ્રી સન્માન મેળવનારાઓમાં નોંધાયેલું છે. જોકે, તે પછી પુરસ્કાર તેમના સુધી કેમ પહોંચ્યો નહીં, તેની સ્થિતિ સ્પષ્ટ નથી. હવે આ મામલે BCCI સરકારને પત્ર લખવાની તૈયારી કરી રહ્યું છે. એન્જિનિયરે કહ્યું- મેડલ ટ્રોફી કેબિનેટમાં રાખીશ એન્જિનિયર ઇંગ્લેન્ડમાં રહે છે, પરંતુ કહે છે કે ભારત તેમના હૃદયમાં છે. તેમનું કહેવું છે કે તેઓ પદ્મશ્રીને પોતાના ઘરની ટ્રોફી કેબિનેટમાં રાખવા માગે છે અને રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિના હાથે સન્માન મેળવવા માગે છે. તેમણે કહ્યું કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં તેમના અને ક્લાઇવ લોયડના નામ પર સ્ટેન્ડ છે, પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી મેળવવું તેમના માટે તેનાથી પણ મોટું સન્માન હશે. જય શાહ પાસે મદદ માગી એન્જિનિયરે તાજેતરમાં ICC ચેરમેન જય શાહ પાસેથી પણ આ મામલે મદદ માગી હતી. તેમણે જણાવ્યું કે ગયા મહિને જય શાહે તેમને મદદ કરવાની ખાતરી આપી હતી. આ પહેલા તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પાસેથી પણ આ મામલે મદદ માગી હતી. 1971ની ઐતિહાસિક સિરીઝ પછી મળ્યું હતું સન્માન ફારુખ એન્જિનિયરને 1971માં ઇંગ્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક ટેસ્ટ સિરીજ જીતમાં યોગદાન આપ્યા બાદ પદ્મશ્રી માટે પસંદ કર્યા હતા. તે સિરીઝની ત્રીજી ટેસ્ટમાં તેમણે પ્રથમ ઇનિંગ્સમાં 59 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 125/5ના મુશ્કેલ સ્કોર પર હતી, ત્યારે એન્જિનિયરે એકનાથ સોલકર સાથે ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. બીજી ઇનિંગ્સમાં તેમણે 28 રનની અણનમ ઇનિંગ્સ રમીને ભારતને 174 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી હતી. 46 ટેસ્ટ રમ્યા, 2,611 રન બનાવ્યા એન્જિનિયરે ભારત માટે 1961થી 1975 સુધી 46 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 2,611 રન બનાવ્યા હતા. તેમની ટેસ્ટ સરેરાશ 31.08 રહી હતી. તેઓ તે સમયના પ્રખ્યાત સ્પિન ચોકડી બિશન સિંહ બેદી, ઇરાપલ્લી પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને એસ. વેંકટરાઘવનના વિકેટકીપર પણ હતા. તેમની કરિયરની સૌથી યાદગાર ઇનિંગ્સમાં 1966-67માં વેસ્ટ ઇન્ડીઝ સામેની મદ્રાસ ટેસ્ટની સદીનો સમાવેશ થાય છે. તેમણે તે ઇનિંગ્સમાં લંચ પહેલા જ 94 રન બનાવી લીધા હતા. એન્જિનિયર શાનદાર બેટર અને ચપળ વિકેટકીપર હતા ફારુખ એન્જિનિયર તેમના સમયના શ્રેષ્ઠ વિકેટકીપર-બેટર્સમાંના એક ગણાતા હતા. તેઓ આક્રમક બેટિંગની સાથે વિકેટ પાછળ તેમની ઝડપી રિફ્લેક્સ માટે જાણીતા હતા. આ જ કારણ હતું કે 1970ના દાયકાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી રેસ્ટ ઓફ ધ વર્લ્ડ-XI સિરીઝ માટે તેમને પ્રથમ પસંદગીના વિકેટકીપર તરીકે પસંદ કર્યા હતા. એન્જિનિયર પાછળથી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા અને લંકાશાયર માટે પણ ક્રિકેટ રમ્યા. MCA પણ મદદ માટે આગળ આવ્યું ફારુખ એન્જિનિયરે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારીઓ પાસેથી પણ આ મામલે મદદ માગી છે. જૂન-જુલાઈમાં MCA પ્રેસિડેન્ટ-XIના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એન્જિનિયરને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન તેમણે MCAના ખજાનચી અરમાન મલિકને પદ્મશ્રીનો મેડલ મેળવવામાં મદદ કરવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    क्या Corona जैसी महामारी आने वाली है? Hantavirus कितना ख़तरनाक है?
    Next Article
    ઇગા સ્વિયાતેકે નેશનલ બેંક ઓપનનું ટાઇટલ જીત્યું:રાયબકીનાને 6-2, 6-3થી હરાવી; આ વર્ષની પ્રથમ ટ્રોફી જીતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment