Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 52.99 ટકા મતદાન:11 તાલુકા પંચાયતમાં 52.89 ટકા, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28મીએ પરિણામ

    1 day ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે આજે (26 એપ્રિલ) લોકશાહીનો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયો છે, જેમાં જિલ્લાની 6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન પુરુ થઈ ગયું છે. સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં સરેરાશ 52.99 ટકા મતદાન નોંધાયું હતું, જેની મતગણતરી આગામી 28 એપ્રિલ, 2026ના રોજ હાથ ધરવામાં આવશે. મતદાન દરમિયાન જિલ્લાના મોટા આંકડીયા ગામે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ડુપ્લીકેટ મતદાન એજન્ટના મામલે ઘર્ષણ અને હોબાળો સર્જાયો હતો, પરંતુ પોલીસની ત્વરિત દરમિયાનગીરીથી મામલો શાંત થયો હતો. આ ચૂંટણીમાં પરષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. બીજી તરફ, સાવરકુંડલામાં વરરાજાએ જાન સાથે પહોંચીને અને લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના પુત્રી સોનલ ડેરે મતદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જ્યારે પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરીને માનવીય અભિગમ દાખવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ:ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, 28 એપ્રિલે મતગણતરી; 6 વાગ્યા સુધીમાં જિ.પં.નું 57.30 ટકા મતદાન
    Next Article
    Why ‘dhakka start’ shuttlers will struggle in badminton’s new 15X3 format

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment