Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિંત:જિલ્લામાં 5.21 લાખ હેક્ટર વાવેતર પર નુકસાનનું સંકટ, ઉપલેટા અને વીંછીયા તાલુકામાં માત્ર 27થી 30 ટકા વરસાદ

    3 days ago

    રાજકોટ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા વાવેતર બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લેતાં પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય રોકડિયા પાકો પર આ વિપરીત પરિસ્થિતિની સીધી અસર પડી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 5.21 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળી અને કપાસના પાકનું થયું છે. જિલ્લામાં મગફળીનું 3.24 લાખ હેક્ટરમાં અને કપાસનું 1.08 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જો કે, તાલુકાવાર પરિસ્થિતિમાં મોટો તફાવત જોવા મળે છે. વરસાદ ખેંચાશે, તો મગફળી, કપાસને નુકસાનની સંભાવના જિલ્લાના ઉપલેટા તાલુકામાં માત્ર 27.06 ટકા અને વીંછીયા તાલુકામાં 30.57 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. અમુક તાલુકાઓને બાદ કરતાં ઉપલેટા અને વીંછીયા જેવા વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાકની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, હાલમાં મગફળીના પાકમાં ફૂલ આવવાની અને સોયા ભરાવાની અત્યંત મહત્વપૂર્ણ અવસ્થા ચાલી રહી છે. આ સમયે પાકને પૂરતા પ્રમાણમાં ભેજ અને પાણીની જરૂર હોય છે. જો હજુ પણ વરસાદ ખેંચાશે, તો મગફળી અને કપાસ સહિતના પિયત અને બિન-પિયત પાકોને મોટું નુકસાન થવાની પૂરતી સંભાવના રહેલી છે. આગામી દિવસોમાં સારો વરસાદ થવાની ખેડૂતોને આશા ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે પિયતની સુવિધા ધરાવતા અને માત્ર વરસાદ ઉપર આધારિત ખેડૂતો બંને માટે પાક બચાવવો પડકારરૂપ બની ગયો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર માઠી અસર પડશે, જેની સીધી આર્થિક અસર રાજકોટ જિલ્લાના ખેડૂતો પર જોવા મળશે. જો કે રાજકોટમાં દર વર્ષે પાછોતરો વરસાદ પડતો હોય છે, ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી આશા જગતનો તાત સેવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    22 વર્ષની યુવતીમાંથી 1.8 કિલોનું ટ્યુમર દૂર:પાટણની શંકુસ હોસ્પિટલમાં ફર્ટિલિટી જાળવી રાખી સફળ સર્જરી
    Next Article
    🟠Gujarat Latest News LIVE | ગુજરાતના તમામ મહત્વના સમાચાર | Monsoon | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment