Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજેતા ઉમેદવારોની શૈક્ષણિક વિગતો જાહેર‎‎:મોરબીના નવનિર્વાચિત 52 કોર્પોરેટરમાંથી 16 ઉચ્ચ શિક્ષિત અને બે સભ્ય નિરક્ષર

    7 hours ago

    મોરબી મહાનગરપાલિકાની મંગળવારે જાહેર થયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ 52 બેઠકો પર એકતરફી વિજય મેળવીને સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. આ પરિણામો બાદ હવે મતદારો માટે પોતાના વિસ્તારના પ્રતિનિધિઓની શૈક્ષણિક અને આર્થિક પૃષ્ઠભૂમિ જાણવી મહત્વની બની છે. ચૂંટાયેલા 52 સભ્યોમાંથી મોટાભાગના કોર્પોરેટરો પ્રથમ વખત જ ચૂંટણી લડીને વિજેતા બન્યા છે. લોકોના પ્રશ્નોને ઝડપથી સમજીને ઉકેલ લાવી શકે તેવા યુવા અને શિક્ષિત પ્રતિનિધિઓ પર પક્ષે પસંદગી ઉતારી હતી, જેમાં હવે વિજેતા થયેલા ઉમેદવારોમાં માધ્યમિક શિક્ષણથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનારા સભ્યોનો સમાવેશ થાય છે. આર્થિક સ્થિતિ: 21 નગરસેવકો કરોડપતિ આર્થિક સદ્ધરતાની દ્રષ્ટિએ મોરબીના 21 નગરસેવકો કરોડપતિ છે, જેમની કુલ સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે. જ્યારે 27 સભ્યો એવા છે જે લાખપતિની શ્રેણીમાં આવે છે, જેમની બેંક થાપણ, જમીન અને મકાન સહિતની કિંમત એક લાખથી એક કરોડની વચ્ચે છે. બીજી તરફ, બે વિજેતા ઉમેદવારો એવા પણ છે જેમણે પોતાના નામે કોઈ સ્થાવર મિલકત કે સોના-ચાંદીના દાગીના ન હોવાનું જાહેર કર્યું છે. શૈક્ષણિક લાયકાત: 13 ગ્રેજ્યુએટ‎અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ‎ની ડિગ્રી છે‎ મોરબી મનપાની નવી ચૂંટાયેલી પાંખમાં 13 સભ્યો ગ્રેજ્યુએટ છે, જ્યારે 3 સભ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે. આમ, કુલ 16 સભ્યો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. આ ઉપરાંત, 14 સભ્યોએ ધોરણ-12 સુધીનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે અને 11 સભ્યો ધોરણ-10 સુધીનું માધ્યમિક શિક્ષણ ધરાવે છે. જોકે, આ ચૂંટાયેલી પાંખમાં બે ઉમેદવારો નિરક્ષર હોવાનું પણ સોગંદનામામાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાળઝાળ ગરમી:મોરબીમાં 43 ડિગ્રી સાથે અગનવર્ષા, કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત
    Next Article
    Putin's "Extremely Damaging Consequences" Warning To Trump In 90-Minute Call

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment