Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિસ્ટ્રાર સોનીને ક્લીનચીટ:5.19 લાખની રિકવરી મામલે શિક્ષણ કમિશનર રાણાએ પૂર્વ રજિસ્ટ્રાર સોનીને ક્લીનચીટ આપી

    21 hours ago

    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં જે તે સમયના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને હાલ આસિસ્ટન્ટ રજીસ્ટર મયંક સોની નિયમ વિરુદ્ધ સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા હતા .રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં એવા નિયમો બનાવ્યા છે કે માત્ર પરીક્ષા નિયામક અને કુલપતિ જ ગાડી ઘરે લઈ જઈ શકે અથવા તેમને ગાડી કરેલ મુકવા તેમજ લેવા જઈ શકે પરંતુ જુનાગઢ માં આવેલી યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તમામ નિયમો નેવે મૂકીને વર્ષોથી સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા હતા. આ અંગેનો અહેવાલ ભાસ્કરમાં આવ્યા બાદ જે તે સમયે ના કુલપતિએ એક કમિટી ની રચના કરી હતી. આ કમિટીએ બે મહિને રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો હતો કે ઇન્ચાર્જ રજીસ્ટર સોની ને 5.19 લાખ ભરવા પડશે. પરંતુ આ વાતને એક વર્ષ થવા આવ્યું હજુ સુધી સોની પાસેથી કોઈપણ જાતની રિકવરી લેવામાં આવી નથી. યુનિવર્સિટીના સુત્રોએ કહ્યું કે શિક્ષણ કમિશનર તરફથી ક્લીનચિટ મળી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો રિકવરી કરવાની હોય તો આટલી બધી વાર લાગે નહીં. રિકવરી માટે ઘણી વાર પૂછ્યું, જવાબ નહીં આ બાબતે ગાંધીનગર ખાતે ઘણીવાર યુનિવર્સિટી થી પણ પૂછ્યું હતું કે રિકવરી ક્યારે અને કેવી રીતે કરવાની છે ? પરંતુ જ્યાંથી કોઈ ખાસ જવાબ આજ દિન સુધી આવ્યો નથી. > પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ.
    Click here to Read More
    Previous Article
    ચેલેન્જ આપતા વિરોધીઓને બાબા બાગેશ્વરનું દરબારમાં આવવા આમંત્રણ:પરષોત્તમ પીપળીયાએ કહ્યું હતું- 'મારી પર તંત્ર-મંત્ર અજમાવી જુએ'
    Next Article
    યાર્ડમાં સૌથી વધુ ચોળીની આવક‎નોંધાઈ:પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં મગ, ઘઉં, અડદ, ચોળી અને તલની આવક નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment