Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ફોટો ખોટા, કામ ખોટા, આંકડા પણ ખોટા; રાજ્યના ગામોમાં 5100 કરોડ રૂપિયાનું સ્વચ્છતા કૌભાંડ

    8 hours ago

    ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનના લીરાં ઊડાવતી વાસ્તવિક્તા મોડૅલ સ્ટેટ ગુજરાતના ગામડાઓમાં છતી થઇ છે. ‘નળ સે જળ’ની જેમ સ્વચ્છતા મિશનમાં પણ ગુજરાતની ગ્રામ વિકાસ એજન્સીઓએ સ્વચ્છતાના બનાવટી આંકડાઓનો ખેલ રચીને લોકોની આંખોમાં ધૂળ નાખી છે. 2014 થી 2025 દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.5,135.85 કરોડ જેવી માતબર રકમનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. આ એજન્સીઓએ કાગળ પર ગુજરાતને ભલે દેશમાં ત્રીજા અને પશ્ચિમ ભારતમાં પ્રથમ ક્રમે લાવી દીધું હોય, પણ સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચારની ગંદકી આચરી છે. ભાસ્કરના 9 રિપોર્ટરની ટીમે 45 દિવસ સુધી 14 જિલ્લાના 100 ગામડાઓ ખૂંદી સ્વચ્છતા મિશનમાં છુપાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ગ્રામ વિકાસ એજન્સીઓના ઓનલાઈન ડેટાબેઝમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. એકબીજાથી 24 કિલોમીટર દૂર આવેલા બે અલગ-અલગ ગામોમાં એક જ ટ્રેક્ટરને કચરો એકત્રિત કરતું હોવાનું દર્શાવવા માટે એ જ ફોટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, એક જ ટ્રેક્ટરને એકસાથે બે ગામોમાં કાર્યરત હોવાનું કાગળ પર દર્શાવી કામગીરી પૂર્ણ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જ્યાં આજે પણ સેગ્રીગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું અસ્તિત્વ જ નથી, ત્યાં અન્ય ગામોના બાંધકામના ફોટા અપલોડ કરીને કામ પૂર્ણ થયાનું સરકારી રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે તેમજ વાસ્તવિક સ્થિતિને છુપાવવા અને કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું દર્શાવવા માટે કોમ્પ્યુટરની સ્ક્રીન પર ખુલેલા ફોટાના જ ફોટા ક્લિક કરીને ઓનલાઈન અપલોડ કરી દેવાયા છે તેમજ સ્થળ પર વર્ષોથી ભંગાર હાલતમાં પડેલા અથવા સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયેલા કચરા સંગ્રહના વાહનોને પણ સરકારી ઓનલાઈન ડેટાબેઝમાં કાર્યરત દર્શાવવામાં આવ્યા છે. કાગળ પર 366 ટન ખાતરનું ઉત્પાદન અને 13,898 ટન પ્લાસ્ટિક કચરાનો નિકાલ કાગળ પર બતાવ્યો. રાજ્યની ગ્રામ વિકાસ એજન્સીઓએ 100 ગામોમાં કાગળ પર કચરો એકત્રિત કરવા માટે 628 વાહનો, કચરાની છંટણી માટે 153 સેગ્રીગેશન શેડ અને કચરામાંથી ખાતર બનાવવા માટે 641 કમ્પોસ્ટ પીટ કાર્યરત હોવાનું અને 8835 કિચન ગાર્ડન કાર્યરત હોવાનું દર્શાવ્યું છે. પરંતુ ભાસ્કરની સ્થળ તપાસમાં 100 ગામોમાં માત્ર 147 વાહનો કાર્યરત, 91 સેગ્રીગેશન શેડ અને 151 કમ્પોસ્ટ પીટ જ અસ્તિત્વમાં જોવા મળ્યા છે. કિચન ગાર્ડનનું તો નામોનિશાન નથી. ચોંકાવનારી બાબત એ પણ છે કે મોટાભાગના ગામડાઓમાં ભીના અને સૂકા કચરાને અલગ અલગ લેવામાં આવતો નથી. 100માંથી માત્ર 10 ગામોમાં જ ઈ-રિક્ષા કાર્યરત છે, જ્યારે બાકીનાં ગામોમાં ફાળવાયેલી ઈ-રિક્ષાઓ વર્ષોથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. 76 ગામોમાં સપ્તાહમાં માત્ર એક કે બે વખત જ ટ્રેક્ટર કચરો ઉપાડવા જાય છે, જ્યારે 14 ગામોમાં કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અનેક સેગ્રીગેશન શેડને તાળા મારી દેવાતા કચરો ખુલ્લામાં ફેંકી સળગાવીને જોખમી રીતે નિકાલ કરાય છે. કચરામાંથી જૈવિક ખાતર બનાવવા માટે બનાવાયેલા 151 કમ્પોસ્ટ પીટ પણ બિનઉપયોગી હાલતમાં જોવા મળ્યા, જેના કારણે કચરામાંથી ખાતર બનાવવાની સમગ્ર પ્રક્રિયા હજુ શરૂ થઈ શકી નથી. પાલનપુરનું વેડંચા: મોડલ ગામમાં કાગળ પર સફાઈ, જમીન પર ગંદકી । ચાર વર્ષ પૂર્વે ગ્રે - વોટર ટ્રીટમેન્ટ, પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા માટે રાજ્યના મોડલ ગામ તરીકે ઓળખાતું અને જૈવિક ખાતરના વેચાણથી મહિને રૂ. 45 થી 50 હજારની આવક કરતા પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં 4 વાહનોથી કચરો એકત્રિત કરાતો હોવાનું, 2 સેગ્રીગેશન શેડ, 4 કમ્પોસ્ટ પીટ હોવાનું કાગળ પર બતાવાયું છે. પરંતુ વાસ્તવિકતામાં ગામમાં ગંદકીના ગંજ છે. સફાઈની કામગીરીમાં સતત દેખરેખ અને જાળવણીનો અભાવ હોવાથી અગાઉ ઊભું કરાયેલ મોડલ ધીમે ધીમે નિષ્ક્રિય બન્યું છે. એક સમયે અહીંની સ્વચ્છતા નિહાળવા માટે રાજ્યભરમાંથી અધિકારીઓ, સંસ્થાઓ, સરપંચો આવતા હતા તેની આજે સૌથી ખરાબ હાલત છે. અન્ય કારણો: સંચાલન માટે માનવબળ જ નહોતું: કચરાની છંટણી અને કમ્પોસ્ટિંગ માટે જરૂરી કર્મચારીઓ ન હોવાથી બનાવાયેલી સુવિધાઓ ઉપયોગમાં જ આવી નહીં. કરાર આધારિત સ્ટાફથી દેખરેખ નબળી પડી: ગ્રામ વિકાસ એજન્સીઓમાં 75 ટકાથી વધુ કર્મચારીઓ 11 મહિનાના કરાર પર હોવાથી કામગીરીમાં સતત દેખરેખ અને જવાબદારીનો અભાવ રહ્યો, જેના કારણે ગેરરીતિઓ અને કાગળ પરની કામગીરીને વેગ મળ્યો. ગ્રામ વિકાસ એજન્સીએ જનતા અને સરકારને આ ચિત્ર બતાવી ભ્રષ્ટાચાર છુપાવ્યો ભાસ્કર ઇનસાઇડ - નિષ્ફળ જવાનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર ખોટી શરૂઆત, યોજના પાટા પરથી ઉતરી: શરૂઆતમાં કચરો એકત્રિત કરવા માટે ટ્રાઇસિકલ અને હાથલારીઓ આપવામાં આવી, પરંતુ સફાઈ કર્મચારીઓના અભાવે તેનો ઉપયોગ જ ન થતાં મોટાભાગનાં સાધનો ભંગારમાં ફેરવાઈ ગયા. ટ્રેક્ટર મોડલ ખર્ચાળ સાબિત થયું: પંચાયતોને ટ્રેક્ટર ખરીદવા, ભાડે રાખવાની છૂટ અપાઈ, ઊંચા ખર્ચને કારણે મોટાભાગની પંચાયતો આ વ્યવસ્થા લાંબા સમય સુધી જાળવી શકી નહીં. ઇ-રિક્ષા પણ ભંગારમાં ફેરવાઈ: ગામોને ફાળવાયેલી ઇ-રિક્ષાઓ મેન્ટેનન્સના અભાવ અને ડ્રાઇવરના ખર્ચનો બોજ ઉઠાવી ન શકતાં મોટા પ્રમાણમાં બંધ પડી ગઈ. ગ્રાન્ટમાં વિલંબથી પંચાયતો પર આર્થિક બોજ: સ્વચ્છતા માટેની સહાય સમયસર ન મળતાં સફાઈનો ખર્ચ પંચાયતોને પોતાના મર્યાદિત વેરાની આવકમાંથી કરવો પડ્યો, જે મોટાભાગની પંચાયતો માટે શક્ય બન્યું નહીં. પંચાયતની ભાગીદારી વગરના નિર્ણયો: સેગ્રીગેશન સેડ, કમ્પોસ્ટ પીટ, અન્ય કામોના નિર્ણયો અનેક સ્થળે પંચાયતોની સક્રિય ભાગીદારી વિના લેવાયા. મોટાભાગના બાંધકામ ચૂંટાયેલી પંચાયતના બદલે તલાટી વહીવટદાર તરીકે કામગીરી સંભાળતા હતા ત્યારે થયા.
    Click here to Read More
    Previous Article
    Meta को अदालत ने दिया बड़ा झटका; बच्चों की मानसिक सेहत पर पड़ा असर, अब 567 मिलियन डॉलर चुकाने का आदेश
    Next Article
    Stock Market Today: All You Need To Know Before Going Into Trade On August 7

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment