Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપોદ્રામાં 51 મુસાફરો ભરેલી ST બસ સળગી:ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી, પેટ્રોલ પંપની ભીડથી ફાયરની ગાડીઓને પહોંચવામાં મુશ્કેલી થઈ

    1 week ago

    સુરત શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં 23 માર્ચને સોમવારે મેઈન રોડ પર ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે 51 મુસાફરોથી ભરેલી એક એસટી બસ અચાનક ચાલતી ગાડીએ સળગી ઉઠી હતી. કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે બનેલી આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખી બસ લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. ડ્રાઈવરે ધુમાડો જોયો ને બૂમ પાડી ‘બધા નીચે ઉતરી જાવ’ સુરતથી તરસાડી જઈ રહેલી આ બસ જ્યારે કાપોદ્રા મેઈન રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે સમય વેડફ્યા વગર બસ રસ્તાની વચ્ચે જ ઊભી રાખી દીધી હતી. અંદર સવાર 51 મુસાફરો કંઈ સમજે તે પહેલા ડ્રાઈવરે તમામને તાત્કાલિક નીચે ઉતરી જવા જણાવ્યું હતું. મુસાફરો નીચે ઉતર્યાના થોડી જ સેકન્ડોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી. પેટ્રોલ પંપ પાસે જ આગ લાગતા શ્વાસ અધ્ધર થયા જ્યાં બસ સળગી રહી હતી તેની બિલકુલ નજીક જ પેટ્રોલ પંપ આવેલો હતો. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ટ્રાફિક એટલો વધુ હતો કે ફાયરની 3 ગાડીઓએ જીવના જોખમે રોંગ સાઈડમાં દોડવું પડ્યું હતું. જો આગ પેટ્રોલ પંપ સુધી પ્રસરી હોત તો આખું વિસ્તાર ધણધણી ઉઠત. ફાયર સ્ટેશન નજીક હોવા છતાં ટ્રાફિક નડ્યો નજીકમાં જ કાપોદ્રા ફાયર સ્ટેશન આવેલું હોવા છતાં, રસ્તા પર વાહનોની લાંબી કતારોને કારણે ફાયરના જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી. કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું હતું કે, ડ્રાઈવરે જણાવ્યું હતું કે ડ્રાઈવર સાઈડથી આગ શરૂ થઈ હતી. તેને તરત જ બસ ઉભી રાખી દીધી. મુસાફરોને બસમાંથી નીચે ઉતરી દીધા હતા. ભગવાનની દયાથી કોઈને ઈજા થઈ નથી. ડ્રાઇવરની બાજુમાંથી સ્પાર્ક થઈને આગ લાગી હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 34નાં મોત:125 કોલંબિયન સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા; ટેકઓફ પછી 1.5KM દૂર પડ્યું
    Next Article
    Ram Gopal Varma compares Ranveer Singh to Leonardo DiCaprio; takes aim at ‘expressionless supermen’ in big-budget action films

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment