Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 50,000 બેંક કર્મીઓની 3 દિવસ હડતાલ:આજે રવિવારે પણ બેંકો શરૂ, કાલથી કરોડોના વ્યવહારો ખોરવાશે; દર શનિવારે રજાની માગ

    14 hours ago

    દર શનિવારે બેંકમાં રજા રાખવાની મુખ્ય માંગણી સાથે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં ગુજરાતના 50 હજાર અને સૌરાષ્ટ્ર-કચ્છના 10 હજાર કર્મચારીઓ જોડાશે, જેના કારણે કરોડો રૂપિયાના બેંકિંગ વ્યવહારો ઠપ્પ થવાની શક્યતા છે. હડતાલને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના આદેશથી રવિવારે રજાના દિવસે પણ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો ચાલુ રાખવામાં આવી હતી. બેંક કર્મીઓ પાસે બહુ કામ નથી, રજાનો ચોથો શનિવાર પણ બંધ કરવો જોઈએઃ ગ્રાહક રાજકોટ મનપાના પૂર્વ મ્યુ. સેક્રેટરી સી.એન.રાણપરાએ જણાવ્યું કે, બેંકની આગામી ત્રણ દિવસની હડતાલ ગેરકાયદેસર છે. આ હડતાળલ વેપારીઓ અને લોકોને હેરાન કરવા માટેની છે. બેંકમાંથી પૈસા ઉપાડવા હોય કે જમા કરાવવા હોય અને પાસબુકમાં એન્ટ્રી પડાવવી હોય તો આ તમામ બાબતો ઓનલાઈન થઈ ગઈ છે, જેથી બેંક કર્મચારીઓ પાસે બહુ કામ જ નથી. મારું તો એવું માનવું છે કે બીજો અને ચોથો શનિવાર જે બેંકમાં રજા હોય છે તે પણ બંધ કરી દેવી જોઈએ અને માત્ર રવિવારે જ રજા આપવી જોઈએ, જેથી નાના લોકો અને વેપારીઓને રાહત થાય. હડતાલ પાડનારા કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સરકારે કર્મચારીઓ સામે ઝૂકવું ન જોઈએ. રિઝર્વ બેન્કનો આજે રવિવારે બેંક ચાલુ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. ત્રણ દિવસની હડતાલને કારણે એટીએમમાં પૈસા ખૂટી જવાના અને પબ્લિકનું કામકાજ અટકી જવાનું. હડતાલના કારણે ચેક પરત જશે તો તેનો દંડ કોણ ભોગવશે?: અશોક પાઉં LICના નિવૃત મેનેજર અશોક પાઉંએ કહ્યું કે, આજે રવિવારે બેંક ચાલુ રાખવામાં આવી છે તે આવકારદાયક છે, પરંતુ સામે એ પણ ભૂલવું ન જોઈએ કે હડતાલ બાદ જ્યારે એક સાથે ગ્રાહકો બેંકોમાં આવશે ત્યારે ખૂબ જ તકલીફ થશે. ઘણા બધા લોકોના ચેક હોય તે હડતાલને કારણે ક્લિયર નહીં થાય. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંક કર્મચારીઓની દર શનિવારે રજાની માંગણી જો સાચી હોય તો તે સ્વીકારવી જોઈએ. ડયુ ડેઇટના ચેક હડતાલના કારણે પરત જશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કે એસબીઆઇ બેન્ક? મારી 15 લાખની ડિપોઝિટ છે તે 28 કે 29મી સપ્ટેમ્બરે પાકતી હોય અને જો તે હું રીન્યુ નહીં કરાવું તો તેનું વ્યાજ થશે તો તેના માટે કોણ જવાબદાર? સૌરાષ્ટ્ર-કચ્છના 10,000 બેંક કર્મીઓ જોડાશેઃ યુનિયન પ્રમુખ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેએ કહ્યું કે, બેંક કર્મચારીઓના સાત સંગઠનના બનેલ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 28થી 30 સપ્ટેમ્બરના રોજ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 10,000 સહિત રાજ્યના 50,000 બેંક કર્મચારીઓ હડતાલ પાડશે. 2015માં જ્યારે બેંક કર્મચારીઓએ મહિનામાં ચાર શનિવારની રજાની માગ ઉઠાવી ત્યારે આઈબીએએ સરકારની મંજુરીથી મહિનામાં બીજો અને ચોથો શનિવાર બેંક બંધ રાખવાનું કબૂલ કર્યું હતું. 'સરકારને ચાર શનિવારની રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો' 2020માં બેંક કર્મચારી-અધિકારીઓએ ચાર શનિવારની રજાની માગ ઉઠાવી ત્યારે આઈબીએ બીજા સમાધાનમાં એટલે કે 12માં દ્વિ-પક્ષીય કરારમાં નિર્ણય લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 12માં દ્વિ-પક્ષીય કરારની વાતચીત દરમિયાન આઈબીએ તરફથી ચાર શનિવારની રજા આપવા સહમત થયા હતા. તેને બદલે કર્મચારીઓએ અઠવાડિયાના બીજા દિવસોમાં 40 મિનિટ વધારે કામ કરવાનું નક્કી કર્યું અને સરકારને ચાર શનિવારની રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 'સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાયો' સરકારના નાણાં મંત્રાલયે કોઈ નિર્ણય આજ દિવસ સુધી નક્કી કર્યો નથી. 22 સપ્ટેમ્બર,2026ના રોજ સમાધાનકાર સમક્ષ વાટાઘાટ થઈ ત્યારે યુનિયન તરફથી ચાર શનિવારની રજા અંગે સરકારને જણાવેલ કે, જો સરકાર કોઈ સમય મર્યાદામાં ચાર શનિવારની રજાનો નિર્ણય લેવા તૈયાર હોય તો કર્મચારી સંગઠનોએ હડતાલ મુલત્વી રાખવા સહમતી આપી, પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નહીં. વાસ્તવમાં ભારત સરકારવતી ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સના ઉચ્ચ અધિકારીઓ ચીફ લેબર કમિશનર (સે.) સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા અને પાંચ દિવસ બેંકિંગનો મુદો સરકાર સમક્ષ પેન્ડિંગ છે. આ સંદર્ભે તેમને સહીઓ પણ કરી છે. આમ છતાં પ્રજા સમક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગ્રાહકોની માફી રિઝર્વ બેંકે રાષ્ટ્રીયકૃત બેંકોને રવિવાર 27 સપ્ટેમ્બરના રોજ બેંકોનું કામ કરવા આદેશ આવેલ છે. યુનિયને પણ કર્મચારીઓને સમાધાનની શરત મુજબ રવિવારે કર્મચારીઓને કામ કરવાની સૂચના આપી છે. 28, 29 અને 30મીની હડતાલથી સામાન્ય લોકોને થોડી તકલીફ પડશે તો તે બદલ યુનિયન પ્રજાની સમક્ષ ક્ષમા યાચના ચાહે છે.
    Click here to Read More
    Previous Article
    પાર્ટી કરતા લોકો પર અચાનક AK-47થી અંધાધૂંધ ફાયરિંગ:17 લોકો ઢળી પડ્યા, 8 હુમલાખોરો ફોન છીનવી ફરાર; દક્ષિણ આફ્રિકામાં મધ્યરાત્રિએ નરસંહાર
    Next Article
    England vs Sri Lanka Live Streaming: When And Where To Watch ENG vs SL 3rd ODI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment