Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા ચર્ચમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી આગચંપી:તલવાર સાથે આરોપીએ ધર્મપરિવર્તનની શંકાએ હુમલો કર્યો; રૂ. 50,000નું નુકસાન;પોલીસ કાર્યવાહી

    1 day ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા એક ખ્રિસ્તી ધર્મસ્થાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી એક શખ્સે આગચંપી કરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ઉદય હરસુરભાઈ ખુમાણ નામના આરોપીએ તલવાર અને જ્વલંતશીલ પ્રવાહી સાથે ચર્ચમાં ઘૂસીને ધાકધમકી આપી આગ લગાડી હતી, જેમાં ₹50,000 નું નુકસાન થયું છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા ટાઉન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી લીધી છે. 'ધ પેન્ટેકોસ્ટલ મિશન' ચર્ચમાં અચાનક ઘૂસણખોરી આ બનાવ સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલી આઈટીઆઈ નજીકના 'ધ પેન્ટેકોસ્ટલ મિશન' નામના ચર્ચમાં બન્યો હતો. આરોપી ઉદય ખુમાણ પોતાના હાથમાં તીક્ષ્ણ તલવાર અને પ્લાસ્ટિકના કેનમાં જ્વલંતશીલ પ્રવાહી લઈને ગેરકાયદેસર રીતે ચર્ચના પરિસરમાં ઘૂસી આવ્યો હતો. લોકોને ધમકી આપી હોલમાં ચાંપી દીવાસળી ચર્ચમાં પ્રવેશતાની સાથે જ આરોપીએ ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાની સાથે લાવેલું જ્વલંતશીલ પ્રવાહી ચર્ચના મુખ્ય હોલમાં છાંટીને દીવાસળી વડે આગ ચાંપી દીધી હતી. સોફાસેટ અને ફર્નિચર મળીને ભારે નુકસાન આગચંપીની આ ઘટનામાં ચર્ચમાં રાખવામાં આવેલા સોફાસેટ, ટેબલ, 4-5 પ્લાસ્ટિકની ખુરશીઓ, પલંગ અને બારીના પડદા સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં કુલ ₹50,000 નું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી જેલહવાલે કર્યો ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આ મામલે લિડિયા મસીહ રાનીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાવરકુંડલાના DYSP વિરલ ચંદનના જણાવ્યા મુજબ, ધર્મપરિવર્તન થતું હોવાની શંકાથી આ કૃત્ય કર્યું હોવાનું આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં રીક્ષા પલટી જતા યુવક નીચે દબાયો:લોકો મદદ માટે દોડ્યા, યુવકને પગમાં ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
    Next Article
    "Even Your Father Can't...": Telangana Minister's Daughter Dares Revanth Reddy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment