Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમિકોનું પલાયન રોકવા પાંડેસરામાં 'મેગા કિચન' શરૂ:દરરોજ 5000ને માત્ર રૂ.50માં ભરપેટ ભોજનની વ્યવસ્થા, ગેસ સિલિન્ડરની અછત સર્જાતા વતનની વાટ પકડી હતી

    17 hours ago

    સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં હાલમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઈ છે. આ અછતને કારણે સ્થિતિ એટલી વિકટ બની છે કે,શ્રમિકોના ઘરમાં ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે. પરિણામે, હજારો શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા હતા. જોકે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ જગતે માનવતા દાખવી શ્રમિકોની હિજરત રોકવા કમર કસી છે. પાંડેસરા સ્થિત ભોજનાલય હવે એક 'મેગા કિચન'માં ફેરવાઈ ગયું છે, જ્યાંથી રોજના હજારો શ્રમિકોને માત્ર 50 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગેસની અછતને પગલે શ્રમિકોની હિજરતનું જોખમ સુરતના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે પાંડેસરા, સચિન અને પલસાણામાં લાખો પરપ્રાંતીય શ્રમિકો વસે છે. છેલ્લા એક અઠવાડિયાથી કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. ખાવા-પીવાની મુશ્કેલી વધતા શ્રમિકોએ સુરત છોડીને વતન પરત જવાનું વિચાર્યું હતું. આ પરિસ્થિતિ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે તેમ હોવાથી તમામ એસોસિએશનો એકઠા થયા છે. 1000ની ક્ષમતા સામે 5000થી વધુ લોકોનું રસોડું પાંડેસરામાં કાર્યરત ભોજનાલયમાં સામાન્ય દિવસોમાં 1000 થી 1500 શ્રમિકો જમતા હતા. પરંતુ હાલની કટોકટીને જોતા આ ક્ષમતા સીધી ડબલ કરી દેવામાં આવી છે. ભોજનાલયના વ્યવસ્થાપક હસમુખ ઠક્કરના જણાવ્યા અનુસાર, અત્યારે દરરોજ 4000થી 5000 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે. શ્રમિકો ભૂખ્યા ન રહે અને તેમને વતન જવાની નોબત ન આવે તે માટે રસોડાની કામગીરી 24 કલાક જેવી કરી દેવામાં આવી છે. 'મીલ-ટુ-મીલ' સર્વિસ: કંપનીઓ સુધી પહોંચશે પાર્સલ ભોજનાલયમાં વ્યવસ્થા સંભાળનાર હસમુખ ઠક્કરે જણાવ્યું હતું કે, પહેલા જે ભોજનાલયની કેપેસિટી હતી કે,2000 થી 2500 માણસ ડેઇલીના જમતા હતા. એની જગ્યાએ અત્યારે સીધો ડબલથી ઉપર નીકળી ગયો છે, 4000 થી 5000 પબ્લિકનું રોજનું જમવાનું બને છે.કારીગરોને જે બાટલાની અછત ઉભી થઈ છે, એના કારણે જે પ્રોબ્લેમ થાય છે એને લઈને એસોસિએશન દ્વારા એટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્સલ અને મીલ ટુ મીલ દરેકને પાર્સલ અહીંયાથી બંચમાં, બલ્કમાં બનાવીને પહોંચાડવામાં આવે છે. શુદ્ધ અને સારું સાત્વિક ભોજન કારીગરોને મળે તેવા આશયથી બધું બનાવી અને ફટાફટ અમે પાર્સલ મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ, જેથી કરીને કારીગરની પલાયન અટકી શકે.રોજના અત્યારે 4000 થી 5000 માણસનું જમવાનું બને છે અને લગભગ 1000 માણસ અહીંયા જમે છે અને બાકીના બધા પાર્સલ ડિલિવરી થાય છે. શ્રમિકે વ્યથા ઠાલવતા કહ્યું-'ભોજન ન મળે તો વતન ભાગવું પડે' રિદ્ધિ-સિદ્ધિ કંપનીમાં કામ કરતા શ્રમિક સોનુ કુમાર કેસરીએ જણાવ્યું હતું કે, "છેલ્લા પાંચ-છ દિવસથી ગેસ નથી મળી રહ્યો. જ્યાં મળે છે ત્યાં 5 કિલોની બોટલના 600-700 રૂપિયાનો ભાવ માંગવામાં આવે છે. જો કંપની તરફથી આ ભોજનના પાર્સલની વ્યવસ્થા ન હોત, તો અમારે ફરજિયાત વતન પાછા જવું પડત. અત્યારે આ સુવિધાને લીધે જ અમે અહીં ટકી રહ્યા છીએ." ગેસ એજન્સીઓના ધક્કા અને ઓનલાઇન બુકિંગનો ફિયાસ્કો બીજા એક શ્રમિક મનોજ ગુપ્તાએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે, "એક અઠવાડિયાથી ગેસ બુક કરાવ્યો છે, મોબાઈલમાં મેસેજ પણ આવે છે પણ ઘરે બાટલો આવતો નથી. ગેસ એજન્સીએ જઈએ તો કોઈ જવાબ આપતું નથી. સરકાર કહે છે કે તકલીફ નથી, પણ ગ્રાઉન્ડ પર સ્થિતિ અલગ છે. બહાર જમવા જઈએ તો એક ટાઈમના 50 રૂપિયા થાય, એટલે કે દિવસના 100 રૂપિયા. જો બીમાર પડીએ તો હોસ્પિટલનો ખર્ચ અલગ." ટેક્સટાઇલ એસોસિએશનોની એકતાના દર્શન દક્ષિણ ગુજરાત પ્રોસેસ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારિયાએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે, "અમે હંમેશા મુશ્કેલીના સમયે કામદારોની પડખે ઉભા રહ્યા છીએ. અત્યારે ગેસની સમસ્યાને લીધે શ્રમિકોને તકલીફ છે, તેથી અમે ભોજનની વ્યવસ્થા વધારી છે. પાંડેસરા જ નહીં, ગમે ત્યાંનો કારીગર અહીં આવીને ટોકન સિસ્ટમથી જમી શકે છે અથવા પાર્સલ લઈ જઈ શકે છે. અમારો ઉદ્દેશ્ય કામદારોને સાચવવાનો છે." લાંબી કતારો અને વ્યવસ્થાપન પાંડેસરા ભોજનાલય બહાર સવારથી જ શ્રમિકોની લાંબી લાઈનો જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને શિસ્ત જળવાય તે રીતે ભોજન પીરસવામાં આવે છે. લગભગ 1000 જેટલા લોકો રૂબરૂ બેસીને જમે છે, જ્યારે બાકીના 4000 જેટલા લોકો માટે પાર્સલ પેકિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. પાર્સલ બનાવવા માટે પણ વધારાના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. શુદ્ધ અને સાત્વિક ભોજન પર ભાર ભોજનાલયના સંચાલકો માત્ર પેટ ભરવા ખાતર ભોજન નથી બનાવી રહ્યા, પરંતુ શ્રમિકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હસમુખ ઠક્કરે ઉમેર્યું કે, "અમે શુદ્ધ અને સાત્વિક ભોજન આપવાનો આગ્રહ રાખીએ છીએ. શ્રમિકો જો બહારનું ખરાબ ખાશે તો બીમાર પડશે, જે તેમના અને ઉદ્યોગ બંને માટે નુકસાનકારક છે. તેથી ઘરે જેવું જ ભોજન મળે તેવો અમારો પ્રયાસ છે."
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચે પોરબંદરની મુલાકાતે:₹356.82 કરોડના કુલ 45 વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
    Next Article
    Iran Executes Man Convicted Of Spying For Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment