Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માસૂમ બાળકીના મોત પછી પણ સુરત ફૂડ વિભાગ ના સુધર્યું:પુણા પાટિયાની ગીતા રેસ્ટોરન્ટમાં અખાદ્ય પદાર્થોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, 5,000નો દંડ ફટકારવામાં આવ્યો

    8 hours ago

    સુરતના પુણા પાટિયા વિસ્તારમાં આવેલી જાણીતી 'ગીતા રેસ્ટોરન્ટ' અખાદ્ય સામગ્રી અને ગંદકીના કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે જમવા ગયેલા ગ્રાહકોએ રસોડામાં જઈ તપાસ કરતા ખરાબ, કાળું પડી ગયેલું તેલ અને સડેલા બટેકાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ દ્રશ્યો જોઈ રોષે ભરાયેલા પરિવારે ઘટનાસ્થળે જ હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. શું પાલિકાની કાર્યવાહી માત્ર બે દિવસ પૂરતી જ સીમિત? થોડા સમય અગાઉ સુરતમાં હોટલનું ભોજન લીધા બાદ એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર બનાવ બાદ સુરત મહાનગરપાલિકાનું ફૂડ અને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું હતું અને અનેક હોટલો, રેસ્ટોરન્ટો તેમજ ધાબાઓ પર દરોડા પાડી નોટિસો ફટકારી હતી. જોકે, પુના પાટિયાની આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું પાલિકાની આ કાર્યવાહી માત્ર બે દિવસના દેખાડા પૂરતી જ સીમિત હતી? જાગૃત નાગરિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જ્યારે કોઈ ગ્રાહક વીડિયો વાયરલ કરે કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય, ત્યાર બાદ જ પાલિકાનું તંત્ર હરકતમાં આવે છે. સ્વયંભૂ રીતે નિયમિત ચકાસણી કે કડક પગલાં કેમ લેવામાં આવતા નથી? આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ રેસ્ટોરન્ટને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ આઠ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે
    Click here to Read More
    Previous Article
    આઇફોન-18 પ્રો અને પ્રો મેક્સનું બુકિંગ શરૂ:ભારતમાં અમેરિકા કરતાં ₹41,000 મોંઘો મળશે, જાણો ક્યાંથી અને કેવી રીતે ઓર્ડર કરવો
    Next Article
    ગોધરામાં સાયબર ફ્રોડ અને મારામારીના 4 બનાવો:બે સાયબર ફ્રોડમાં ₹1.98 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર પર હુમલો; 2 પક્ષો વચ્ચે મારામારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment