Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાની જેટ પાડનારા અભિનંદને એરફોર્સ છોડી; સૌથી ઝડપી સ્વદેશી ડ્રોન તૈયાર, સ્પીડ 500 Kmph; અમેરિકી સિક્કા પર ટ્રમ્પનો ફોટો

    7 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર પાકિસ્તાની જેટ પાડનારા પૂર્વ IAF પાયલટ અભિનંદન વર્ધમાન સાથે જોડાયેલા છે. તેમણે ભારતીય એરફોર્સ છોડી દીધી છે. બીજા સમાચાર ભારતમાં બનેલા સૌથી ઝડપી સ્વદેશી ડ્રોનના છે. અમે તમને એ પણ જણાવીશું કે પ્રતિબંધ છતાં ટ્રમ્પની તસવીર સિક્કા પર કેવી રીતે છપાઈ. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર દેશભરમાં જન્માષ્ટમી ઉજવવામાં આવશે. મથુરા, વૃંદાવન, દ્વારકામાં કાર્યક્રમો યોજાશે. 📰 કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડનાર અભિનંદને એરફોર્સ છોડી:બાલાકોટ સ્ટ્રાઈક દરમિયાન 60 કલાક પાકિસ્તાનની કેદમાં રહ્યા; હવે ઉડાવશે પેસેન્જર પ્લેન ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્તમાને નિવૃત્તિ લઈને એક ખાનગી એરલાઈનમાં જોડાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે 31 માર્ચ 2026ના રોજ વાયુસેના છોડી હતી. ત્યારબાદ ઓગસ્ટમાં તેઓ પ્રાદેશિક એરલાઈન FLY91 સાથે જોડાયા. અહીં અભિનંદનની ભૂમિકા કોમર્શિયલ પેસેન્જર વિમાનના પાયલટની હશે. લગભગ બે દાયકા વાયુસેનામાં સેવા આપ્યા બાદ આ તેમના કરિયરની નવી ઇનિંગ્સ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. હૈદરાબાદી સ્ટાર્ટઅપે બનાવ્યું ભારતનું સૌથી ઝડપી ઇન્ટરસેપ્ટર ડ્રોન:498 Kmphની સ્પીડ હાંસલ કરી, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી હૈદરાબાદના સ્ટાર્ટઅપ એપોલિયન ડાયનેમિક્સે ભારતનું સૌથી ઝડપી ઇન્ટરસેપ્ટર ડ્રોન આહુતિ Mk-II બનાવ્યું છે. તેની સ્પીડ 498 કિલોમીટર પ્રતિ કલાક છે, જેને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા પણ નોંધવામાં આવ્યું છે. એપોલિયન ડાયનેમિક્સના સ્થાપક જયંત ખત્રીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ ડ્રોને તેના પોતાના પ્રોટોટાઇપ મોડેલની 325 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. નેપાળથી 55 કિમી દૂર તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ:એક અઠવાડિયા પહેલા પૂર-ભૂસ્ખલનથી તબાહી મચી હતી; અત્યાર સુધીમાં 1273 લોકોના મોત નેપાળ સરહદથી લગભગ 55 કિલોમીટર દૂર તિબેટમાં ગુરુવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના જોશીમઠથી લગભગ 128 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. ભૂકંપ જમીનની સપાટીથી ઘણી ઓછી ઊંડાઈએ આવ્યો. આવા ભૂકંપ વધુ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમની ભૂકંપીય ઊર્જા સપાટી સુધી ઝડપથી પહોંચે છે અને રસ્તામાં ઓછી નબળી પડે છે. જોકે, હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન કે લોકોના ઘાયલ થવાના સમાચાર નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અમેરિકામાં $1ના સિક્કા પર ટ્રમ્પની તસવીર:એક સિક્કો 230 રૂપિયામાં વેચાયો, થોડા કલાકોમાં જ આઉટ ઓફ સ્ટોક; ટ્રમ્પના ફોટાવાળી 250 ડોલરની નોટની પણ તૈયારી અમેરિકાએ તેની 250મી વર્ષગાંઠના અવસરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો $1નો ખાસ સિક્કો બહાર પાડ્યો છે. અમેરિકી મિન્ટે બુધવારે બપોરે 12 વાગ્યે તેનું વેચાણ શરૂ કર્યું. વેચાણ શરૂ થયાના થોડા કલાકો પછી જ સિક્કો આઉટ ઓફ સ્ટોક થઈ ગયો. 1 સિક્કાની કિંમત 2.44 ડોલર એટલે કે 230 રૂપિયા સુધી રાખવામાં આવી હતી. 25 અને 100 સિક્કાના પેક વેચાણ માટે બહાર પાડવામાં આવ્યા હતા. વેચાણ શરૂ થયાના માત્ર 3 કલાક પછી જ સિક્કા આઉટ ઓફ સ્ટોક થઈ ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ‘કલેક્ટર છું’ કહીને હોટલમાં જમ્યો પણ બિલ ન ચૂકવ્યું:ઈન્દોરમાં ઝડપાયો અમદાવાદનો નકલી IAS, કાર અને ઘર પર લગાવી હતી નેમપ્લેટ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે પોતાને જિલ્લા કલેક્ટર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આરોપીએ ભાડાના મકાનની બહાર ‘IAS રાજ સોની, જિલ્લા કલેક્ટર’ની નેમપ્લેટ લગાવી હતી. ઘરની અંદર ‘સત્યમેવ જયતે’ લખેલી ફોટો ફ્રેમ સાથે પોતાને અધિકારી જેવો બતાવવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ હિમાંશુ પાંચાલ (28) તરીકે થઈ છે. તે અમદાવાદના સાબરમતીનો રહેવાસી છે. ઇન્દોરની ઓમેક્સ સિટી-1 સ્થિત શુભ આંગણ પ્રીમિયમ કોલોનીના મકાન નંબર 1565-Aમાં ભાડેથી રહેતો હતો. તેણે લગભગ 15 દિવસ પહેલા મકાનની બહાર નકલી નેમપ્લેટ લગાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. લતા મંગેશકર-આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન:'સંગીતનો એક સુવર્ણ યુગ આથમી ગયો'; પિતાનો વારસો પુત્રએ દીપાવ્યો, મૃત્યુમાં પણ જન્માષ્ટમીનો સંયોગ ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ અસ્ત થયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં 3 દીકરીના પિતાએ પોતાનું પેટ ચીરી નાખ્યું:પ્રસાદરૂપે માનતાના દાણાની સાથે 100ની નોટ ગળી જતા માનસિક સંતુલન ગુમાવ્યું, ગાંધીનગરનો શોકિંગ કિસ્સો ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તની ઘેલછામાં પોતાનો જ જીવ જોખમમાં મૂક્યો. માનેલી માનાતાના દાણાની સાથે ભૂલથી 100 રૂપિયાની ચલણી નોટ ગળી ગયો. પોતાનાથી મોટી ભૂલ થયાનું માની જાતે જ દાંતરડા જેવા હથિયારથી પેટ ચીરી નોટ બહાર કાઢવાનો પ્રયાસ કરતા આંતરડા બહાર આવી ગયા અને બેભાન થયો. લોહીલુહાણ હાલતમાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો, 8 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતા રજા આપવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- તમામ ટોલ પ્લાઝા પર કેમેરા લગાવો:હાઈવે કિનારે પાર્કિંગ-અતિક્રમણથી વધેલા અકસ્માતો પર NHAIને કહ્યું- મોનિટરિંગ રૂમ પણ બનાવો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ચીન- PhD છોડીને યુવક રિસર્ચ પેપરની ગડબડીઓ શોધવા લાગ્યો:40 વૈજ્ઞાનિકોની છેતરપિંડી પકડાઈ, જિનપિંગ સરકારે ફંડિંગ-પુરસ્કારો છીનવી લીધા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ હજારો ફૂટ ઉપર હવામાં ઇન્ડિગોનાં પાયલટની તબિયત લથડી:મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા, તો એર ઇન્ડિયા પ્લેનમાં ધુમાડાનું એલાર્મ વાગ્યું; લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ભારતને બદલે ચીન પાસેથી મોંઘી વીજળી ખરીદી રહ્યું છે બાંગ્લાદેશ:બમણી કિંમત ચૂકવી રહ્યા છે, નિર્ણયને લઈને દેશમાં વિરોધ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ રોહિતની નિવૃત્તિ પર BCCIએ કહ્યું- તે શાનદાર રમી રહ્યા છે:સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું- છેલ્લી મેચમાં સદી ફટકારી, તમે બીજું શું ઇચ્છો છો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસ: PPFમાં ₹1.5 લાખનું એકસાથે રોકાણ કે માસિક હપ્તો:5 એપ્રિલ પહેલા એકસાથે પૈસા જમા કરવા પર મળશે ₹1.2 લાખનો ફાયદો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મ: 15 વર્ષ બાદ રોહિણી નક્ષત્ર અને શુભ યોગમાં જન્માષ્ટમી ઉજવાશે:દિવ્ય સંયોગથી ચાર રાશિનું ચમકશે ભાગ્ય; કાનુડાને રાશિ પ્રમાણે પ્રસાદ ધરાવો (સંપૂર્ણ સમાચાર વાંચો) 8. સ્પોર્ટ્સઃ 'હું ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તો નહીં જ રમું...':IPL 2027 પહેલા ધોનીએ ધડાકો કર્યો; તો કઈ રીતે રમશે આવતી સીઝન?, ટીમના પૂર્વ ખેલાડીએ ભાંડો ફોડ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ભેંસના જન્મદિવસની ઉજવણી, કેપ પહેરાવીને કેક કાપી યુપીના બલિયામાં એક ભેંસનો જન્મદિવસ કોઈ બાળકની જેમ ઉજવવામાં આવ્યો. રાજેશ વર્માએ પોતાની ભેંસ 'બાસંતી'ના માથા પર બર્થડે કેપ પહેરાવી, આસપાસ ફુગ્ગા લગાવ્યા અને કેક કાપીને ઉજવણી કરી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1.મોદી ઇરાનના રાષ્ટ્રપતિને મળતાં ટ્રમ્પને મરચાં લાગ્યાં!:ચૂંટણી પહેલા અમેરિકા બન્યું 'ફોઈબા', માર્કો રૂબિયોની ભારતને ધમકી; BRICS પહેલા મોટી બબાલ 2. વકીલની સનદ લેવા કરી છેતરપિંડી, ગુજરાત બાર કાઉન્સિલની તપાસમાં ધડાકો:ગુજરાતથી રાજસ્થાન સહિતના રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક, બોગસ LLB ડિગ્રીઓનું મોટું કૌભાંડ 3. આજનું એક્સપ્લેનર:આસિમ મુનીરે ચુપચાપ ‘તખ્તાપલટ’ કરી દીધો; પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી કેવી રીતે બન્યા, આખરે શું હાંસલ કરવા માંગે છે 4. બ્લેકબોર્ડ: પપ્પાની ચિતા ક્યાં સુધી સળગશે, અમારે જમવું છે:અંતિમ સંસ્કાર માટે 5 હજાર રૂપિયા મોકલી દીધા છે, અસ્થિ વિસર્જન પણ કોઈની પાસે કરાવી લેજો 5. ભૂંડે પોલીસને હંફાવી, CCTV મળ્યા ને જોયા જેવી થઈ:પબ્લિક વિફરી, નેતા સ્ટેજ પરથી ઊતરી ગયા, કાકાની મજા પડે એવી ડાયલોગબાજી, જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળઃ જન્માષ્ટમીએ કન્યા અને તુલા જાતકો ઉપર કૃષ્ણકૃપા વરસશે, ધન જાતકોના કર્મથી જ ભાગ્ય બળવાન બનશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    JD Vance Says US Probing Strike On Iran Wedding That Killed 4
    Next Article
    All Options Against Iran "On Table", Including Covert Pressure: JD Vance

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment