Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર ધમધમતું હતું કુટણખાનું:રાજકોટ એ ડિવિઝન પોલીસે હોટલ ફ્લોરા ઈનમાં દરોડો પાડી મહિલા સંચાલિકાની ધરપકડ કરી દિલ્લી, મહારાષ્ટ્ર અને દહેરાદૂનની 6 લલનાને મુક્ત કરાવી

    6 hours ago

    • ગ્રાહકો પાસેથી 2000 મેળવી રૂ.500 લલનાને આપી રૂ.1500 પોતે રાખતા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ધમધમતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી મહિલા સંચાલિકાની ધરપકડ કરી દિલ્લી, મહારાષ્ટ્ર અને દહેરાદૂનની 6 લલનાને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી મહિલા અન્ય એક શખ્સ સાથે મળી હોટલમાં બહારથી ગ્રાહક બોલાવી ગેરકાયદે દેહવ્યાપારનો ધંધો કરવાતી હોવાનું અને તેમાં ગ્રાહક દીઠ રૂપિયા 2000 મેળવી રૂપિયા 500 લલનાને આપી બાકીના રૂપિયા 1500 દલાલી પેટે પોતે રાખતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મહિલા સંચાલિકાની ધરપકડ કરી ફરાર અન્ય એક રિઝવાન નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ બાપુના બવલા પાસે ફ્લોરા ઈન હોટલમા મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતાબેન પટેલ તથા રીઝવાન પોતાની હોટલમા છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી ગેર કાયદેસર રીતે દેહ વ્યાપાર કરાવી કુટણખાનુ ચલાવે છે જેથી ફ્લોરા ઈન હોટલ ખાતે રેડ કરતા કાઉન્ટર ઉપર મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હરેશભાઈ કાકડીયા હાજર મળી આવતા તેને સાથે રાખી હોટલમા અલગ અલગ રૂમમા ચેક કરતા પ્રથમ માળે રૂમ નંબર 105મા, બીજા માળે રૂમ નંબર 202, 203 અને 204માં પૂરૂષ તથા એક મહિલા કઢંગી હાલતમા મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવેલ એક મહિલા મહારાષ્ટ્રની, એક દહેરાદુનની જયારે બે મહિલા દિલ્લીની હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય રૂમમા ચેક કરતા અન્ય બે મહિલાઓ મળી આવી હતી જે પૈકી એક મહિલા દહેરાદુન અને બીજી મહિલા દિલ્લીની હોવાનું સામે આવ્યું છે. જેની પુછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે આરોપી મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા તથા રીઝવાન અહી હોટલમા બહારથી ગ્રાહકો બોલાવી શરીર સંબંધ કરાવતા અને ગ્રાહક દિઠ રૂપીયા 2000 લઈ મહિલાઓને રૂપીયા 500 આપતા અને બાકીના રૂપીયા 1500 પોતે દલાલી પેટે રાખતા હતા. હાલ રાજકોટ એ ડિવિઝન પોલીસે આરોપી સંચાલિકા મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે અંકીતાની ધરપકડ કરી તેની ઝડતી કરતા તેની પાસે રહેલ પર્સમાથી રૂપીયા 83,000 તથા હોટલના કાઉન્ટર ઉપર ચેક કરતા રોકડા રૂપીયા 50,000 મળી આવ્યા હતા તેમજ એક મોબાઈલ ફોન મળી કૂલ કિ.રૂ.1.43 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર રિઝવાન નામના શખ્સની શોધખોળ હાથ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો.:જૂનાગઢના ઉમરાળા રોડ પરથી કારમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના 1986 ચપટા સાથે એક શખ્સની ધરપકડ, કુલ 11.21 લાખનો મુદ્દામાલ જપ્ત.
    Next Article
    Vijay Meets Ex Tamil Nadu Chief Minister MK Stalin, Days After Big Poll Win

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment