Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રદ કરાયેલી 500ની નોટો સાથે બે ઝડપાયા:39 લાખની નોટ જપ્ત, મુંબઈથી ગાંધીનગરના શખસને ડિલિવરી કરે તે પહેલા રામોલ પોલીસે દબોચ્યા

    3 days ago

    ભારત સરકારે રદ કરેલી રૂ. 500ની નોટો સાથે બે શખસની રામોલ પોલીસે ધરપકડ કરી છે. મુંબઈથી બંને શખ્સો ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને નોટ આપવા માટે આવતા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. રામોલ પોલીસે જૂની રૂ. 500ની કુલ 39 લાખની નોટો જપ્ત કરી છે. આરોપીઓને નોટો વટાવવા માટે 2થી 3 ટકા કમિશન મળતું હતું. ગાંધીનગરના આરોપીની શોધખોળ કરવામાં આવી છે. જૂની 500ની 7,800 એટલે કે 39 લાખની નોટો જપ્ત રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, ડી સ્ટાફ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ભારત સરકાર દ્વારા રદ કરાયેલી રૂ. 500ની નોટો સાથે બે શખ્સ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે વોચ ગોઠવીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને પાસેથી જૂની 500ની 7,800 એટલે કે 39 લાખની નોટો જપ્ત કરી હતી. મહારાષ્ટ્રના જલગાવથી જૂની નોટો લાવ્યા હતાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેનું નામ ભરતસિંહ મહિડા (રહે. મનુ મુદીયરની ચાલી, મુંબઈ) અને મેરાજૂદીન ખાન (રહે. નરસિંહ મંદિર, આંબાવાડી, સુરત) હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓ મહારાષ્ટ્રના જલગાવથી અયાનુદ્દીન પટવે નામના વ્યક્તિ પાસેથી આ નોટો લાવ્યા હતાં. ગાંધીનગરના શૈલેષ પટેલને આપે તે પહેલા જ દબોચાયા ભરતસિંહ અને મેરાજુદિન મુંબઈમાં બંને એક સાથે નોકરી કરે છે. આ નોટો લઈને ગાંધીનગરના શૈલેષ પટેલને આપવા માટે જતા હતા ત્યારે રામોલ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. તેઓને બંને આરોપીઓ પાસેથી 39 લાખની રદ કરાયેલી નોટો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ગેસની મુખ્ય લાઈનમાં ભીષણ આગ:સ્થાનિકો પોતાના જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડ્યા, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો
    Next Article
    Gujarat Love Jihad Increased Live | વિધર્મી સાથે લિવ-ઈન! લવ જીહાદના કિસ્સા વધ્યાં | Relation | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment