Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બી એમ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી:500થી વધુ લોકોની હાજરી વચ્ચે 350નું મફત સ્ક્રીનિંગ કરાયું

    1 day ago

    અમદાવાદ સ્થિત પ્રખ્યાત 'બી એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ' દ્વારા 7 ઓક્ટોબર 2026ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને સહાનુભૂતિપૂર્ણ તથા માનસિક રીતે વધુ સ્વસ્થ સમુદાયના નિર્માણને પ્રોત્સાહન આપવાનો હતો. મફત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન આ કાર્યક્રમ દરમિયાન મુલાકાતીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોસ્ટર પ્રદર્શન, પેહચાન પ્રદર્શન અને શારદા સ્કૂલ ઇન્ફોર્મેશન સેલનો સમાવેશ થાય છે. આના માધ્યમથી લોકોને માનસિક સ્વાસ્થ્ય, ઉપલબ્ધ સેવાઓ અને મનોસામાજિક સહાય વિશે વિગતવાર માહિતી મેળવવાની તક મળી હતી. આ પ્રસંગે યોજાયેલા મફત માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ કેમ્પને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં આશરે 350 જેટલા લોકોએ ભાગ લઈને સ્ક્રીનિંગ કરાવ્યું હતું. 500થી વધુ નાગરિકોની ઉપસ્થિતિ આ સમગ્ર આયોજનમાં આશરે 500 જેટલા મુલાકાતીઓ અને સહભાગીઓએ હાજરી આપી હતી, જે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સમુદાયની વધતી જાગૃતિ અને રસ દર્શાવે છે. સંસ્થાના ફેકલ્ટી, સ્ટાફ અને તાલીમાર્થીઓના સક્રિય યોગદાનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ આયોજનથી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓની વહેલી ઓળખ અને સરળતાથી ઉપલબ્ધ માનસિક આરોગ્ય સેવાઓના પ્રચારમાં મોટો મદદરૂપ પ્રતિસાદ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોસ્ટર ફાડનાર પર બગડ્યા ગેનીબેન:10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી, કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ
    Next Article
    નાહવા પડેલા 2 યુવકના ડૂબવાથી મોત:વડોદરા નજીક શેરખી-ભીમપુરા કેનાલના તીવ્ર પ્રવાહમાં તણાતા દુર્ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment