Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં પ્રદૂષિત પાણીની એક અઠવાડિયામાં 500 ફરિયાદો:સરસપુર, જમાલપુર, બહેરામપુરામાં પ્રદૂષિત પાણીની ફરિયાદો મળતા તપાસ, 30 સેમ્પલ અનફિટ આવ્યા

    3 दिन पहले

    શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે ઝાડા ઉલટી સહિતના પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. વિવિધ વિસ્તારોમાંથી પ્રદૂષિત પાણીની એક અઠવાડિયામાં 500થી વધુ ફરિયાદ મળી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિનામાં લીધેલા પાણીના 3000થી વધુ સેમ્પલમાંથી 30 સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. પૂર્વ વિસ્તારના બહેરામપુરા, સરસપુર, જમાલપુરમાંથી વધુ પ્રદૂષિત પાણીની ફરિયાદો મળી છે. નાગરિક 155 303 નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળો ના થાય તે માટે પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. પ્રદૂષિત પાણીની ફરિયાદ બાદ તાત્કાલિક કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ મહિના દરમિયાન 25000 ક્લોરિન ટેસ્ટ કરતા 25 ટેસ્ટમાં ક્લોરિન નીલ આવ્યા છે. જો ક્યાંય પણ પ્રદૂષિત પાણી અંગેની સમસ્યા હોય તો નાગરિક 155 303 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. જ્યાં પણ ફરિયાદ મળે ત્યાં પ્રદૂષિત પાણીની સમસ્યા કેમ ઊભી થઈ છે અને તેનું ફોલોઅપ પણ દરરોજ લેવામાં આવે છે. પાણીનું સેમ્પલ અનફિટ આવતા કનેક્શન કાપી નાંખવામાં આવે છે ઓનલાઇન સીસીઆરએસમાં પાણીનું પ્રેશર ઓછું આવવું, ડ્રેનેજની દુર્ગંધ આવવી, પ્રદૂષિત પાણી આવવા બાબતે ફરિયાદ મળે છે જેના પગલે તાત્કાલિક ધોરણે હેલ્થ વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે તેમજ ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે. પાણીનું સેમ્પલ અનફિટ આવે તો ત્યાં તાત્કાલિક પાણીનું કનેક્શન કાપી નાંખવામાં આવે છે અને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જૂન-2026માં ટાઈફોઈડના 88 કેસ નોંધાયા જૂન-2026 દરમિયાન ઝાડા-ઉલટીના 385 કેસ નોંધાયા છે, જે ગત વર્ષ 2025માં 709 કેસો નોંધાયા હતા. તેમજ જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 2,745 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન 6,104 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગત વર્ષે જૂન 2025માં કમળાના 303 કેસો નોંધાયા હતા અને આખા વર્ષ 2025 દરમિયાન 3,148 નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે જૂન 2026માં કમળાના 33 કેસ નોંધાયા છે અને વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 337 કેસ નોંધાયા છે. તેમજ ગત વર્ષે જૂન 2025માં 456 ટાઈફોઈડ કેસો અને આખા વર્ષ 2025 દરમિયાન 4,193 કેસો નોંધાયા છે. જ્યારે જૂન-2026માં 88 કેસ નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીથી 14 જૂન સુધી કુલ 811 કેસ નોંધાયા છે. આ જ રીતે કોલેરાનો જૂન 2025માં 12 કેસો નોંધાયા હતા અને આખા વર્ષ દરમિયાન 107 કેસો નોંધાયા હતા. જે એકપણ કેસ જૂન-2026માં અને જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. જાન્યુઆરીથી 14 જૂન સુધીમાં કુલ 2.84 લાખ ક્લોરીન ટેસ્ટ કરાયા શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીન ટેસ્ટિંગ અને પાણીના નમૂનાઓની નિયમિત તપાસ પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂન 2025માં 52,545 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 88 ટેસ્ટ નીલ આવ્યા, તેમજ જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન 6,14,297 ક્લોરીન ટેસ્ટ થયા, જેમાંથી 776 ટેસ્ટ નીલ આવ્યા હતા. જે આ વર્ષ 1થી 14 જૂન-2026 દરમિયાન 25,709 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 27 ટેસ્ટ નીલ આવ્યા હતા, જ્યારે જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 2,84,254 ક્લોરીન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી 87 ટેસ્ટ નીલ આવ્યા. જૂન-2026માં 3,794 પાણીના નમૂનાઓની બેક્ટેરિયોલોજિકલ તપાસ કરાઈ પાણીની ગુણવત્તાની ચકાસણી માટે જૂન 2025 વર્ષ દરમિયાન બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે લીધેલ 6,449 પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી પાણીના 77 સેમ્પલ અનફિટ જણાયા હતા, જે આખા વર્ષ 2025માં કુલ 80,544 નમૂનાઓની તપાસ કરાયી હતી, જેમાંથી 626 જેટલા સેમ્પલ્સ અનફિટ હતા. જયારે જૂન-2026 દરમિયાન 3,794 પાણીના નમૂનાઓની બેક્ટેરિયોલોજિકલ તપાસ કરવામાં આવી છે, જેમાંથી 30 પાણીના નમૂનાઓ અનફિટ જાહેર કરાયા છે, જ્યારે જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 39,789 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી કુલ 151 અનફિટ સેમ્પલ નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    સણોસરી રામાપીર મંદિરે ભક્તો ઉમટ્યા:નકલંક ધામ ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું
    Next Article
    મોંઘવારી એટલી નડી કે, ચોર ટોળકી તેલ પણ ચોરી ગઈ:વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, અગાઉ ચોરી, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment