Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રામમંદિરના ચઢાવામાં 500ની નોટો ઘટી, 23 રાજીનામા; ઈરાન-અમેરિકાએ હુમલા રોક્યા; સેટેલાઈટ ઈમેજથી ગુજરાતની ચિંતા વધી, વાદળો ગાયબ

    9 hours ago

    નમસ્તે, રામ મંદિરના ચઢાવામાં 500ની નોટો ઘટી, 23 કર્મચારીઓના રાજીનામા. બીજી તરફ, કોમેડિયન રાજપાલ યાદવને ફરી જેલની સજા ફટકારવામાં આવી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ અમેરિકા-ઈરાનના હુમલા રોકાયાના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરીઝનો છેલ્લો મુકાબલો રમાશે 2. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારના પ્રવાસે જશે 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- ઇઝરાયલ જો હુમલો કરશે તો બચશે નહીં:ઇઝરાયલી PMએ કહ્યું હતું- ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ, જરૂર પડશે તો એટેક કરીશું ઈરાને ચેતવણી આપી છે કે જો તેના કોઈ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થશે તો તેનો વળતો જવાબ આપવામાં આવશે અને ઇઝરાયલ તેનાથી બચી શકશે નહીં. સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહમ્મદ બાઘેર જોલગદરે શુક્રવારે આ ચેતવણી આપી હતી. આ પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલ કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવા નહીં દે. તેમણે ઉમેર્યું કે ઈરાન સામેનું યુદ્ધ હજી પૂરું નથી થયું અને જરૂર પડ્યે ફરીથી હુમલો કરી શકાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. રામમંદિરમાં ચોરી-દાનપેટીમાં આવતું દાન ઘટ્યું, 500ની નોટોમાં મોટો ઘટાડો:ગણતરી કરનારા 23 કર્મચારીઓના એક સાથે રાજીનામા, SCમાં 13 જુલાઈએ સુનાવણી અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મામલે સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ 3 અરજીઓ પર સુનાવણી કરશે. અરજીઓમાં તપાસ CBIને સોંપવા અને વિશેષ SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, મંદિરમાં દાનના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અલગ-અલગ વિષયોની સમીક્ષા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ તરફ, ગણતરી કરનારા 23 કર્મચારીઓએ ગુરુવારે એકસાથે રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે ચોરીની ઘટના પછી 10-20 રૂપિયાની નોટો વધી ગઈ છે, જેના કારણે ગણતરીમાં વધુ સમય લાગી રહ્યો છે. પહેલા 500 રૂપિયાની નોટોની 70-80 ગડ્ડીઓ બનતી હતી, હવે માંડ 15 ગડ્ડીઓ બની રહી છે. પહેલા કામ બે શિફ્ટમાં થતું હતું, પરંતુ હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એક જ શિફ્ટ કરી દેવામાં આવી છે. વેતન તે જ છે, જ્યારે કામના કલાકો વધી ગયા છે. હવે બેંક પાસે માત્ર 13 ગણતરી કર્મચારીઓ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જેલ:એક્ટરને ₹7.35 કરોડ ચૂકવવા આદેશ, પત્ની રાધાને પણ દંડ; કોર્ટે કહ્યું- 'કાયદાને ફિલ્મી ડ્રામા ન સમજો' બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. કોર્ટે તેને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી. હાઈકોર્ટે ચેક બાઉન્સના 7 કેસોમાંથી દરેક કેસમાં તેને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. તમામ સજાઓ એકસાથે ચાલશે. જસ્ટિસ સ્વર્ણકાંતાએ અધિકારીઓને રાજપાલને જેલમાં મોકલવા જણાવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ગુજરાત માટે ચિંતાજનક સમાચાર:સેટેલાઇટ ઇમેજમાંથી વાદળો ગાયબ; સુપર ટાયફૂન બાવીના કારણે દેશમાં ચોમાસું ધીમું પડશે દેશમાં ચોમાસું પૂરેપૂરું બેસી ગયું છે, પરંતુ આજે સામે આવેલી તસવીરો ચિંતા ઉપજાવનારી છે. હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજમાં મધ્ય ભારતમાં ચોમાસું વધુ એક્ટિવ છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે. બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ભાગોમાં વાદળો ઓછા છે. અહીં આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. શું અય્યર-ગંભીરની એકસાથે હકાલપટ્ટી થશે?:સતત બે સિરીઝમાં હાર્યા પછી BCCI પરફોર્મન્સ રિવ્યૂ કરશે; ઈન્ડિયન કેપ્ટન અને કોચ રડારમાં ઇંગ્લેન્ડ સામે T20 સિરીઝ હાર્યા બાદ BCCI ભારતીય ટીમની કામગીરીની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. હેડ કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા અને ટીમની રણનીતિ પણ સમીક્ષાનો ભાગ હશે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પણ રિવ્યૂ કરાશે. આ દાવો ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કર્યો છે. રિપોર્ટ અનુસાર, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે સતત ખરાબ પ્રદર્શન બાદ બોર્ડ એ સમજવા માગે છે કે રણનીતિ અને ટીમ પસંદગીના સ્તરે ક્યાં ખામી રહી. હાલમાં ગંભીર અને અય્યર પર કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેમની કામગીરીની સમીક્ષા નિશ્ચિત માનવામાં આવી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ટર્ન લેતી DPSની બસમાં ઘુસતા મોપેડ ચાલકનું મોત, CCTV:રોડ પર લોહીનો 4 ફૂટનો રેલો વહ્યો, AMCના બેરિકેડિંગથી બસે મોટો વળાંક લેવો પડ્યો, ડ્રાઇવર-કંડકટર બાળકોને મૂકી ફરાર શુક્રવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે બોપલ DPS સ્કૂલનો બસ ચાલક બસને વાળતો હતો અને સ્પીડમાં આવતો મોપેડ ચાલક તેમાં ઘુસી ગયો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. ત્યાર બાદ ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ‘સૌની યોજનાના ડાયરામાં માયાભાઈએ 3.50 અને કિર્તીદાને 10 લાખ લીધા’:RTI કરનારે કહ્યું- 2017થી અત્યાર સુધીમાં કેટલા ખાનગી-સરકારી ડાયરા કર્યા, કમાણીમાંથી કેટલો ટેક્સ ચૂકવ્યો, માહિતી જાહેર કરો ગુજરાતના જાણીતા લોકકલાકારો માયા આહિર અને કિર્તીદાન ગઢવી દ્વારા એક ડાયરા દરમિયાન ટેક્સ ભરવા બાબતે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સોશિયલ મીડિયા સહિત સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદની વચ્ચે મોરબીના જાગૃત નાગરિક રમેશ ઝીલરીયાએ RTI હેઠળ મેળવેલા આંકડા જાહેર કર્યા છે. જેમાં સૌની યોજનાના એક કાર્યક્રમમાં માયાભાઈએ રૂ. 3.50 લાખ અને કિર્તીદાને બે ડાયરાનાં રૂ. 10 લાખ લીધાનો RTIમાં પર્દાફાશ થયો છે. વાઇરલ થયેલા વીડિયો અનુસાર, એક ડાયરાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી સરકારી કર્મચારીઓનો પક્ષ લેતા માયાભાઈ આહિર એવું કહેતા જોવા મળ્યા હતા કે, સરકારી કર્મચારીઓને કોઈ કહે કે, 'તમે અમારો પગાર ખાવ છો, જેમ એના બાપુજી નો ટેક્સ ભરતા હોય એમ તમે અમારા ટેક્સના પૈસે પગાર લ્યો છો. આ જ વાતમાં સૂર પુરાવતા અને સામાન્ય જનતાની મજાક ઉડાવતા કિર્તીદાન ગઢવીએ સ્ટેજ પરથી હસતા હસતા કહ્યું હતું કે, એ પાછા ટેક્સ ભરતા નથી અને રેશનિંગના ઘઉં ખાતા હોય છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ સરકારનો આદેશ- પહેલા વંદે માતરમ્ પછી જન-ગણ-મન થશે:બધા રાજ્યોને 5 મહિનામાં બીજી વાર નિર્દેશ; નિયમોનું કડકપણે પાલન કરાવો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ સ્પેનના જંગલમાં આગ, 12નાં મોત:કારમાં 4 લોકો જીવતા ભડથું થયા, 19 હજુ પણ ગુમ; ઇલેક્ટ્રિક વાયરથી આગ લાગવાની આશંકા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. બિઝનેસઃ ગડકરી બોલ્યા-E20 પેટ્રોલથી ગાડી ખરાબ થાય, તો પાર્ટ્સ મફત બદલો:કંપનીઓને સરકારનો આદેશ; સ્વીકાર્યું- તેનાથી માઇલેજ ઘટ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ જગન્નાથ પુરીના રાજાનો રાષ્ટ્રપતિ અને પીએમને પત્ર:કહ્યું- ઇસ્કોન દ્વારા અલગ સમયે રથયાત્રાનું આયોજન કરવું ખોટું; પરંપરાનું રક્ષણ કરવા અપીલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. વિદેશઃ શેખ હસીનાએ કહ્યું- ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી ફરીશ:કોર્ટમાં સરેન્ડર કરીશ, હત્યા થઈ જાય તો પણ મંજૂર, દેશની માટી પર મરવા માંગુ છું (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ 11 જુલાઈનું ટેરો રાશિફળ:મકર રાશિ પર ઈશ્વરની અસીમ કૃપા રહેશે, કર્ક જાતકોએ સ્વજનોના દગાથી સાવચેત રહેવું (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ ફ્રાન્સ સતત ત્રીજા વર્લ્ડ કપ સેમિફાઈનલમાં પહોંચ્યું:મોરોક્કોને 2-0થી હરાવ્યું; એમ્બાપ્પેએ મેસ્સીની બરાબરી કરી, બંનેના 8-8 ગોલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રશિયામાં પહેલીવાર 2 રોબોટ્સના લગ્ન રશિયામાં પહેલીવાર બે હ્યુમનોઇડ રોબોટ્સના પ્રતીકાત્મક લગ્ન થયા છે. એઆઈ (AI) રોબોટ 'રોબર્ટ' અને 'મટિલ્ડા'એ એકબીજાને આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા અને વેડિંગ બ્રેસલેટ પણ બદલ્યા હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: રસ્તા, ટ્રાફિક અને ગાયો:'ભારત સુંદર અવ્યવસ્થા', ઇન્દ્રા નૂઇએ દેશના સ્વભાવ અને વર્ક કલ્ચરને ખુલ્લું પાડ્યું, 'ચાલશે'ની માનસિકતાને ઘાતક ગણાવી 2. ડિજિટલ અરેસ્ટ કરીને 10 કરોડ પડાવ્યા, 95 લાખ કમિશન:સ્કેમ કમ્પાઉન્ડ પહોંચ્યો રિપોર્ટર, એજન્ટે નકલી પોલીસ-ED ઓફિસર બનવાની સ્ક્રિપ્ટ આપી 3. 'ચહેરા પર માંસના લોચા જોઈ લોકોએ ભૂત કહ્યો':માતાએ કહ્યું- ખબર નહીં કયું પાપ કર્યું હતું, જે આ અજૂબો જન્મ્યો; મરશે ત્યારે જ આ આફત ટળશે 4. બોની કપૂર બન્યા ઠક્કર પરિવારના વેવાઈ:ધર્મની બહેન સાથે મંદિરમાં ફેરા ફર્યા, દીકરીએ ડેટિંગ એપ પરથી પતિ શોધ્યો ને લગ્ન પહેલા લિવ ઇનમાં રહી 5. વૃક્ષો જેવું કામ કરશે આ ચેમ્બર!:ગુજરાતી વૈજ્ઞાનિકે બનાવી એવી ટેકનિક જે ગ્લોબલ વોર્મિંગ સામે હથિયાર બની શકે 6. સુરત પૂરમાં તણાયું, નેતાઓએ ગાંઠિયા દાબ્યા:સંઘવીએ ટ્રિપલ સવારી કરનારને ત્રણ ઝાપટ ચોંટાડી; જુનાગઢમાં સફાઈનું ડિંડક, જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ રાશિ માટે પ્રોપર્ટી લે-વેચનો અને મીન રાશિ માટે સપના સાકાર કરવાનો શ્રેષ્ઠ સમય; તુલા રાશિ પડકારો ઝીલીને સફળતા મેળવશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    As Satluj creates ripples… Centre considers amending IT rules, make certification must for non-theatre films too
    Next Article
    Probe Agency Files Status Report In Robert Vadra Shikohpur Land Deal

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment