Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વ. પુજીત રૂપાણીની સ્મૃતિમાં બાલ સંગમ કાર્યક્રમ:રાજકોટનાં ફનવર્લ્ડમાં સ્લમ વિસ્તારનાં 500થી વધારે બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠી, સ્વ. પિતા વિજય રૂપાણીને પુત્ર ઋષભે યાદ કર્યા, ડે. સીએમ હર્ષ સંઘવી વર્ચ્યુઅલી જોડાયા

    8 hours ago

    રાજકોટના રેસકોર્સ ફનવર્લ્ડ ખાતે યોજાયેલા ‘બાલ સંગમ’ કાર્યક્રમમાં સ્લમ વિસ્તારના 500 થી વધુ ગરીબ બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠતા વાતાવરણ અત્યંત ભાવુક અને આનંદમય બની ગયું હતું. પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 29 વર્ષથી સ્વ. પૂજીત રૂપાણીના જન્મદિવસે યોજાતા આ કાર્યક્રમમાં આધુનિક રાઈડ્સની મજા માણી બાળકોના ચહેરા પર અનોખી ખુશી છવાઈ ગઈ હતી. આ તકે લાલો ફિલ્મની હિરોઇન રિવા રાચ્છ પણ હાજર રહ્યા હતા. અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતા અને ભાઈની અવિરત સેવાભાવનાને યાદ કરતા જણાવ્યું કે, મારા સ્વ. પિતાની ખોટ હંમેશાં વર્તાશે, પણ તેમણે શરૂ કરેલી સમાજસેવાની સરવાણીને નિરંતર ચાલુ રાખવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. આ કાર્યક્રમમાં ડે. સીએમ હર્ષ સંઘવી વર્ચ્યુઅલી જોડાયા હતા. અને સ્વ. વિજય રૂપાણીની સાદગી અને સરળતાને યાદ કરી હતી. રાજકોટ શહેરમાં પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના વંચિત બાળકો માટે વિશેષ ‘બાલ સંગમ’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પૂજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સ્વ. પૂજીત રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે આ બાલ સંગમ કાર્યક્રમની ઉજવણી કરે છે. આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. આ તકે સુપરહિટ ગુજરાતી ફિલ્મ 'લાલો'નાં હિરોઇન રિવા રાચ્છ હાજર રહ્યા હતા. અને બાળકો સાથે સંવાદ કરી તેમને અમુક મહત્વની શિખામણ આપી હતી. રેસકોર્સ ફનવર્લ્ડ ખાતે આવી પહોંચેલા બાળકો માટે આ દિવસ અતિ આહલાદક અને યાદગાર બની રહ્યો હતો. સામાન્ય રીતે આધુનિક મનોરંજનથી વંચિત રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોએ ફનવર્લ્ડની વિવિધ આધુનિક રાઈડ્સમાં બેસીને ખૂબ જ મોજ-મસ્તી કરી હતી. રાઈડ્સમાં બેસવાનો અનોખો આનંદ મળતા ગરીબ બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને તેમના નિર્દોષ હાસ્ય તેમજ કિલકારીઓથી આખું ફનવર્લ્ડ ગુંજી ઉઠ્યું હતું. ટ્રસ્ટ દ્વારા બાળકોને રાઈડ્સની મજા કરાવવાની સાથે તેમની સાથે જ ભોજન લેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પણ સ્વ. વિજય રૂપાણીનાં પત્ની અંજલીબેન અને પુત્ર ઋષભએ ગરીબ બાળકો સાથે બેસીને ભોજન લીધું હતું. આ લાગણીસભર પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતા વિજય રૂપાણી તેમજ ભાઈ સ્વ. પૂજીતને યાદ કર્યા હતા. અને જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબર 1991ના રોજ જન્મેલા તેના મોટા ભાઈ પૂજીતના સ્વર્ગવાસ પછી પિતા વિજય રૂપાણી, માતા અંજલિબેન અને ટ્રસ્ટના સ્વયંસેવકોએ પૂજીતના નામે સેવાનું એક વટવૃક્ષ રોપ્યું હતું. આજે આ વટવૃક્ષની શાખા સમાન આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પિતા વિજય રૂપાણીની ગેરહાજરીની ખોટ પરિવાર તેમજ સમગ્ર ગુજરાતને હંમેશાં વર્તાતી રહેશે, પરંતુ તેઓ જે સેવાકાર્યો શરૂ કરી ગયા છે તેને નિરંતર આગળ ધપાવવાનો જ અમારો નમ્ર પ્રયાસ રહેશે. પૂર્વ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું કે, આજે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ખાસ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજિતનાં જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ તેમજ રૂપાણી પરિવારે ગરીબ બાળકોનો આખો દિવસ આનંદ અને કિલ્લોલમાં વિતે તેવા શુભ ભાવ સાથે ‘બાલ સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. 29 વર્ષ પૂર્વે નાની વયે સ્વ. પૂજિતની વિદાય બાદ, તેની સ્મૃતિ જીવંત રાખવા અને ગરીબ બાળકોના જીવનનો ઉત્કર્ષ થાય તે હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં 40-45 બાળકોથી શરૂ થયેલી આ સફર આજે 300 જેટલા બાળકો સુધી પહોંચી છે. ટ્રસ્ટના ચેરમેન અંજલિબેન રૂપાણી, ઋષભભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ બાળકોનું ઘડતર અને સહાય કરવાનું જે માનવીય કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર પ્રેરણાદાયી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ:રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો; 260 કર્મચારીઓ 14 માંગણીઓ સાથે હડતાળ પર, કામગીરી ઠપ
    Next Article
    માળિયા હાઈવે પર ટ્રકે 25 ઘેટાં-બકરા કચડી નાખ્યા:પશુના ટોળામાં નાસભાગ મચી; અન્ય 30 પશુ ઇજાગ્રસ્ત; રાજસ્થાનના જાલવાલીનો ટ્રકચાલક ફરાર; માળીયા મિયાણા પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment