Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી પર્વને લઈને પોલીસનું સઘન ચેકિંગ અને ફ્લેગ માર્ચ:શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીની ઉજવણી માટે 500 થી વધુ પોલીસ જવાનો તૈનાત,12 વાગ્યા બાદ લાઉડસ્પીકર બંધ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી...

    6 hours ago

    ​આવતીકાલથી શરૂ થતાં પવિત્ર નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને જૂનાગઢ શહેર પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેલૈયાઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને આયોજકોને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ ફ્લેગ માર્ચ તળાવ દરવાજાથી શરૂ થઈને કાળવા ચોક, મોતીબાગ, મધુરમ બાયપાસ, ઝાંઝરડા ચોકડી અને ખામધ્રોળ ચોકડી સુધીના વિસ્તારોમાં ફરી હતી. સુરક્ષા વ્યવસ્થા હેઠળ બાયપાસ પર ચાલી રહેલા સિમેન્ટ રોડના કામને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરી કટ પાસે માટી પૂરાણ અને રેડિયમ પટ્ટીઓ લગાવી રસ્તો ખુલ્લો કરવાની વ્યવસ્થા હાથ ધરાઈ છે. ​નવરાત્રીના સામાજિક અને કોમર્શિયલ આયોજનો અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર વિસ્તારમાં તમામ સામાજિક અને કોમર્શિયલ આયોજનોને લઈને પોલીસ અધીક્ષકની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના તમામ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી અને એલઆઈબીના અધિકારીઓ તથા સ્ટાફ સાથે બેઠક કરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર તમામ વાહનો સાથે ફ્લેગ માર્ચ યોજીને આયોજકોને મળી તેમની રજૂઆતો સાંભળવામાં આવી છે. આ સાથે આયોજકોને પ્રાઇવેટ સિક્યુરિટી અને સીસીટીવી કેમેરાની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકોની સુરક્ષા જળવાઈ રહે તે પોલીસની મુખ્ય પ્રાથમિકતા રહેશે. કોઈપણ ઈમરજન્સી કે રજૂઆત માટે 112 નંબર પર તાત્કાલિક કોલ કરવા જણાવાયું છે અને આયોજકોને પણ પોતાના કાર્યક્રમ સ્થળે આ અંગે વારંવાર જાહેરાત કરવા સૂચના આપવામાં આવી છે. ગરબા સ્થળો, ફિક્સ પોઈન્ટ અને મુખ્ય ચાર રસ્તાઓ પર પોલીસની સતત હાજરી રહેશે. આ ઉપરાંત પ્રાઇવેટ વિડીયોગ્રાફર, બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનેલાઈઝરની મદદથી સઘન વાહન ચેકિંગ હાથ ધરાશે. ​સુરક્ષા કવચ પૂરું પાડવા માટે જૂનાગઢ શહેરમાં 300 થી વધુ પોલીસકર્મીઓ, 30 થી વધુ અધિકારીઓ અને 100 થી વધુ હોમગાર્ડ જવાનો મળીને કુલ 500 થી વધુનો મેનપાવર તૈનાત રહેશે. રાતના 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર બંધ કરવાના નિયમનું પાલન કરાવવામાં આવશે અને નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાયપાસ પરના એકમાર્ગીય રોડ પર આર એન્ડ બી ઓથોરિટી સાથે ચર્ચા કરીને વાહનચાલકોની સલામતી માટે માટીનું ફિલિંગ અને રેડિયમ પટ્ટીઓ લગાવીને રસ્તો ત્વરિત શરૂ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'लड़कियों को घसीट रहे थे...', CJP Protest में पहुंची कार ड्राइवर ने क्या देखा? | Ground Report
    Next Article
    नाबालिक लड़कियों को डिटेन कर रही पुलिस? Jantar-Mantar | CJP Protest | Neha Bora

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment