Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમ્પ્યૂટર સેન્ટરમાં વધુ 50ની કર્મીઓની જરૂર:MSUના કમ્પ્યૂટર સેન્ટરમાં સ્ટાફના અભાવે કામનું ભારણ વધતાં ડાયરેક્ટરનું રાજીનામું

    2 days ago

    મ.સ. યુનિવર્સિટીના કમ્પ્યૂટર વિભાગના ડાયરેક્ટરે રાજીનામું આપી દીધું છે. તેમણે ગત નવેમ્બરથી કર્મચારીઓ માગ્યા હોવા છતાં મળતા ન હોવાથી રાજીનામું આપ્યું હોવાની અટકળો છે. કમ્પ્યૂટર સેન્ટરમાં વધી રહેલા વર્કલોડ વચ્ચે કર્મચારીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીની પરીક્ષાથી પરિણામ સુધીની કામગીરી કમ્પ્યૂટર સેન્ટર કરે છે. મ.સ. યુનિવર્સિટીનું સમગ્ર સંચાલન કમ્પ્યૂટર સેન્ટર દ્વારા કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ લે ત્યારે થતી એડમિશન પ્રક્રિયાથી લઇને તેના પરિણામ સુધીની કામગીરી કમ્પ્યૂટર સેન્ટર દ્વારા કરવામાં આવતી હોય છે. કમ્પ્યૂટર સેન્ટરના ડાયરેક્ટર અપૂર્વ શાહે રાજીનામું આપી દીધું છે. કમ્પ્યૂટર સેન્ટરમાં વર્કલોડ વધી ગયો છે. અત્યારે 25 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જ્યારે 50થી વધારે કર્મચારીની જરૂર છે. કમ્પ્યૂટર સેન્ટરમાં કર્મચારીઓની ભરતી કરવા ગત નવેમ્બરથી માગ કરાઈ રહી છે. જોકે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ભરતી ન કરાતાં સિસ્ટમ પડી ભાગી છે અને કર્મચારીઓનો વર્કલોડ વધી રહ્યો છે. કમ્પ્યૂટર સેન્ટર દ્વારા અધ્યાપકોના ઓર્ડરથી લઇને તેમના રેમ્યુનરેશનની પ્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે. સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટિકિટ પણ જનરેટ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પોર્ટલની કામગીરી પણ કમ્પ્યૂટર સેન્ટરના હસ્તક છે. કર્મચારીઓના અભાવને કારણે કંટાળીને ડાયરેક્ટરે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે આ અંગે પૂછતાં તેમણે કોઇ પણ પ્રતિક્રિયા આપી નહોતી. પ્રવેશથી લઈ પગાર સુધીની કામગીરી કરાય છે ભાસ્કર ઇનસાઇડ કમ્પ્યૂટર સેન્ટરમાં હાલ 20 હંગામી, 5 કાયમી કર્મચારીઓ, 2019થી પગાર વધારાયો નથી કમ્પ્યૂટર સેન્ટરમાં 25 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જેમાંથી 20 કર્મચારીઓ હંગામી છે, જ્યારે 5 કાયમી છે. 2019થી કમ્પ્યૂટર સેન્ટરના કર્મચારીઓનો પગાર વધારો કરાયો નથી. 25 થી 30 હજાર વચ્ચે હંગામી કર્મચારીઓને પગાર મળી રહ્યો છે. જેથી અનેક કર્મચારીઓ કમ્પ્યૂટર સેન્ટર છોડી જઇ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોર્ડની પરીક્ષા:ધો.12 સાયન્સના જીવ વિજ્ઞાનમાં કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછાયા
    Next Article
    ગોત્રીમાં સંત પ્રેમવત્સલદાસજી દ્વારા સત્સંગ સભા:સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે ફોનના દર્શન કરવાથી તણાવ વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment