Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં 50 શહેરોમાં પ્રદૂષણ જોખમી સ્તરે:બઠિંડા-મથુરા-રોહતકમાં AQI સ્તર 700ને પાર; 2 દિવસ બાદ પર્વતો પર વરસાદ-હિમવર્ષાનું એલર્ટ

    20 hours ago

    દિવાળીના એક દિવસ પહેલાં એટલે કે શનિવારે જ દેશના 50 શહેરોમાં હવાની ગુણવત્તા સૌથી વધુ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. રાત્રે 9:30 વાગ્યે મથુરા-રોહતક અને ભટિંડામાં AQI 700થી વધુ રહ્યો. જ્યારે દિલ્હી, વારાણસી, સેહરસા, કાનપુર જેવા શહેરોમાં AQI 500ને પાર નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિવાળીના દિવસે એટલે કે, રવિવારે દેશના 70% વિસ્તારમાં હવામાન સ્વચ્છ અને શુષ્ક રહેશે. ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ નથી. જોકે દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં વરસાદનું એલર્ટ છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાથી પર્વતોમાં વાસ્તવિક ફેરફાર 10 નવેમ્બરથી થશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. તેના કારણે દેશના બાકીના વિસ્તારોમાં ઠંડી વધવાની અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. દેશભરમાં આજે કેવું રહેશે હવામાન, નકશા પરથી સમજો… આગામી 2 દિવસના હવામાનની સ્થિતિ 9 નવેમ્બર 10 નવેમ્બર હવામાન સાથે જોડાયેલી તસવીરો… ડૉક્ટરની સલાહ- મીઠાઈ ઓછી ખાઓ, બહાર જવાનું ટાળો વધતા પ્રદૂષણ વચ્ચે ડૉક્ટરોએ સલાહ આપી છે કે, લોકો મીઠાઈ ખાતી વખતે સંયમ રાખે અને વધતા વાયુ પ્રદૂષણથી બચાવના ઉપાયો કરે. પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે, ખાસ કરીને બાળકો અને પહેલેથી કોઈ બીમારીથી પીડાતા લોકો માટે. એઈમ્સ (AIIMS)ના પૂર્વ નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરીયાએ પહેલેથી કોઈ બીમારી (કોમૉર્બિડિટી)થી પીડાતા લોકોને સલાહ આપી છે કે, તેઓ સવારે અને મોડી સાંજે બહાર જવાનું ટાળે, કારણ કે, શિયાળામાં આ સમય દરમિયાન જમીનની સપાટી નજીક પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે. મુંબઈના ઈએનટી (ENT) સર્જન ડૉ. વરુણ દવેએ જણાવ્યું કે, 250ની આસપાસ AQI (હવા ગુણવત્તા સૂચકાંક) ધરાવતી હવામાં શ્વાસ લેવો, દિવસમાં 10થી 15 સિગારેટ પીવા જેટલું છે. સેટેલાઇટ મેપમાં જુઓ વાદળોની સ્થિતિ દેશના મુખ્ય શહેરોનું તાપમાન…
    Click here to Read More
    Previous Article
    Mookuthi Amman 2 Box Office Day 2: Nayanthara's Film Grows Stronger, Beats Opening Day
    Next Article
    દેશભરમાં 3,280 ટન ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી જપ્ત:કિંમત ₹82 કરોડ; FSSAIનું 66 દિવસ ચાલેલું અભિયાન, 314 દુકાનો સીલ કરાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment