Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘રોબોફેસ્ટ ગુજરાત 5.0’ની ગ્રાન્ડ ફિનાલે સંપન્ન:રોબોફેસ્ટ 6.0 નું લોન્ચિંગ અને 200 થી વધુ નવીન પેટન્ટ્સનો ઐતિહાસિક રેકોર્ડ

    1 week ago

    અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં દેશની સૌથી મોટી રોબો-મેકિંગ સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત 5.0’ની ગ્રાન્ડ ફિનાલે ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. આ પ્રસંગે રાજ્યના ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા માટે વિજેતા ટીમોને કુલ 5 કરોડના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મંત્રીએ આગામી વર્ષ માટે ‘રોબોફેસ્ટ ગુજરાત 6.0’નું પણ સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતનું વૈશ્વિક નેતૃત્વ સમારોહને સંબોધતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આજનો યુગ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપ ટેકનોલોજીનો છે. વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની સ્થાપના કરીને જે દૂરંદેશી દાખવી હતી, તેના મીઠા ફળ આજે આપણને મળી રહ્યા છે. ગુજરાત આજે સેમીકન્ડક્ટર સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સાણંદ અને ધોલેરામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ્સ છે. મંત્રીએ ઉમેર્યું કે, હવે યુદ્ધના મેદાનથી લઈને ઉદ્યોગો સુધી જે રાષ્ટ્ર પાસે શ્રેષ્ઠ ટેકનોલોજી હશે, તે જ વિશ્વ પર રાજ કરશે. 200 થી વધુ પેટન્ટ સાથે નવો રેકોર્ડ આ વર્ષની સ્પર્ધામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સહભાગી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇનોવેટિવ પ્રોટોટાઇપ્સ માટે GUJCOST ના પેટન્ટ ઇન્ફોર્મેશન સેલ (PIC) દ્વારા 200 થી વધુ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. કોઈ પણ વિદ્યાર્થી સ્તરની સ્પર્ધામાં આ એક મોટો રેકોર્ડ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે આપણા યુવાનો માત્ર ભણે છે એવું નથી, પરંતુ વાસ્તવિક બૌદ્ધિક સંપદા (IPR) પણ ઉભી કરી રહ્યા છે. દેશભરમાંથી 2,096 ટીમોની સહભાગીતા GUJCOST ના એડવાઈઝર નરોત્તમ સાહુએ જણાવ્યું હતું કે, રોબોફેસ્ટ 5.0 માં આ વર્ષે વિક્રમજનક 2,096 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી 137 ટીમો ફાઈનલ પ્રોટોટાઇપ સ્ટેજ સુધી પહોંચી હતી. સ્પર્ધામાં IIT મદ્રાસ, IIT કાનપુર અને IIT બોમ્બે જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ ભાગ લઈને આ ઇવેન્ટને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું હતું. BARC ના સાયન્ટિસ્ટ દેબાનિક રોયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં આ સ્પર્ધા દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી રોબોટિક્સ ઇવેન્ટ બનશે. વિજેતાઓ પર ઇનામોનો વરસાદ સ્પર્ધામાં જૂનિયર અને સીનિયર એમ બે સ્તરે ઇનામો આપવામાં આવ્યા હતા. જૂનિયર કેટેગરીમાં પ્રથમ વિજેતાને 5 લાખ, દ્વિતીયને 3 લાખ અને તૃતીયને 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે સીનિયર કેટેગરીમાં પ્રથમ વિજેતાને 10 લાખ, દ્વિતીયને 7.50 લાખ અને તૃતીયને 5 લાખ રૂપિયાના માતબર ઇનામો એનાયત કરાયા હતા. મુખ્ય વિજેતાઓની યાદી: AI હોમોબોટ્સ (જુનિયર): વર્ધમાન વિદ્યાલય, મહેસાણા (પ્રથમ) એરિયલ રોબોટિક્સ (સીનિયર): અજય કુમાર ગર્ગ એન્જિનિયરિંગ કોલેજ (પ્રથમ) AUV - અંડરવોટર વ્હીકલ: ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ગાંધીનગર (પ્રથમ) ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હીકલ: પારુલ યુનિવર્સિટી (પ્રથમ) એપ્લિકેશન બેઝ્ડ કેટેગરી: ચારુસેટ (CHARUSAT) યુનિવર્સિટી (પ્રથમ) ભવિષ્યના ટેકનોક્રેટ્સ તૈયાર કરવાનું માધ્યમ રોબોફેસ્ટ 5.0 માં AI હોમો-બોટ્સ, ઓટોનોમસ ડ્રાઇવિંગ અને અંડરવોટર વ્હીકલ જેવા 7 અત્યાધુનિક ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના આઇડિયાને વર્કિંગ પ્રોટોટાઇપમાં બદલતા શીખ્યા છે. રાજ્ય સરકારની નવી STI પોલિસી હેઠળ એક એવી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે જે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં પાયાનું કામ કરશે. કાર્યક્રમના અંતે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિમલ પટેલ અને અન્ય નિષ્ણાતોની હાજરીમાં વિજેતાઓને ટ્રોફી અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી વડોદરામાં, કાર્યક્રમ સ્થળે પહોંચ્યા:આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત થયું, એરપોર્ટ પર 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લાગ્યા
    Next Article
    'AAP રૂપિયા લઈને ટિકિટ આપે છે':આંદોલનના સાથી મનીષ ભ્રમભટ્ટનો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ, કહ્યું- જનતાના ચૂંટેલા ઉમેદવારને ટિકિટ નહી તો અલગથી ચૂંટણી લડીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment