Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50 ઈ-મેમો વાળા 48 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ:રાજકોટમાં 250 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ ટેમ્પરરી રદ કરવાનો ટ્રાફિક પોલીસનો આદેશ પણ RTO ની ધીમી પ્રોસેસ

    13 hours ago

    રાજકોટ આરટીઓ કચેરીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 50 થી વધુ ઈ મેમો ફટકારવામાં આવ્યો હોય તેવા 250 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તેનું લિસ્ટ RTO કચેરીને આપવામાં આવ્યું છે. જોકે તેમાંથી RTO કચેરી 6 માસમાં માત્ર 50 વાહન ચાલકોના જ લાયસન્સ સસ્પેન્ડ કરી શક્યું છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સીટબેલ્ટ કે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવું, ઓવર સ્પીડ સહિતના કેસોમાં વાહન ચાલકોને ઈ મેમો મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ RTOના આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર આર.એમ. રાવલિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિટી ટ્રાફિક શાખા દ્વારા જેટલા-જેટલા વાહન ચાલકોને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય મોટર વ્હિકલને લગતી અથવા તો વધુ મેમો આવેલા હોય એ તમામનું લિસ્ટ અમને સોંપેલું છે. લગભગ આવા 250 જેટલા નામો અમને સોંપ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો હતો. આ વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રોસેસમાં સૌ પ્રથમ જે - તે વાહન ચાલકોને નોટિસ બજાવી અને એમને લેખિત અથવા તો મૌખિક ખુલાસા માટે રજૂઆતનો એક મોકો આપીએ છીએ. જે બાદ એ રજૂઆત માટે આવે છે. ત્યારબાદ અમારા દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આખરી હૂકમ કરવામાં આવે છે. હાલમાં જ્યારે લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં અમને આ લિસ્ટ સોંપવામાં આવ્યું છે તો એ તમામને અમે નોટિસ બજાવી દીધી છે અને બધા જ જેટલા લાયસન્સધારકો છે એમને નોટિસ જેવી રીતે મળે છે એ લોકો આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 48 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે.લાયસન્સ અત્યારે 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનું ખાસ કારણ એ છે કે આ તમામ લાયસન્સધારકો છે એ વારંવાર રીપીટેટીવ એકના એક ટાઈપના ગુનાઓ કરતા જોવા મળ્યા છે. જેમાં હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવી જેવા ટ્રાફિકના નિયમનો વારંવાર ભંગ કરતા લાયસન્સ ધારકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં શા માટે મોડું થઈ રહ્યું છે ? તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે,જ્યારે અમને લિસ્ટ સોંપવામાં આવે છે, ત્યારે એમના નામથી નોટિસ ઈશ્યૂ કરીએ છીએ. નોટિસ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલાં એમની રજૂઆત સાંભળવાનો એમનો હક છે. ઘણીવાર એવું થતું હોય કે અમારી નોટિસ જતી હોય પણ લાયસન્સધારકો કદાચ ઓફિસ સુધી ના પહોંચતા હોય, તો અમને બીજી અને ત્રીજી નોટિસ આપીએ. જેથી આ પ્રોસેસમાં સમય લાગે છે. આ પ્રોસિજરની અંદર આવું કરતા થોડો સમય લાગી શકે છે પણ કાર્યવાહી ચાલુ છે. બહુ જલ્દીથી આ બધા પર અમે ધોરણસરની કાર્યવાહી કરશું. લોકોને અમે આરટીઓ રાજકોટ વતી ખાસ સંદેશ આપવા માંગીએ છીએ કે હવે આ ટાઈપના જ્યારે પણ કોઈ પણ ટાઈપનો ગુનો કરશો તો બધી જ જગ્યાએ હવે કેમેરા, સીસીટીવી કેમેરાથી સજ્જ છીએ આપણે. ક્યાંય પણ કોઈ પણ ગુનામાં હવે આપણે બચવાની કોઈ શક્યતા નથી. જેથી મોટર વ્હીકલના કાયદાઓ, નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. હાલ તો લાયસન્સ સસ્પેન્ડ થયું છે પરંતુ વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવશે તો લાયસન્સ રિજેક્ટ એટલે કે રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર એવું થાય કે અમે નોટિસ બજાવેલી હોય પણ જે તે માણસ ત્યાં ન રહેતો હોય અથવા તો એમને ઘર ચેન્જ કર્યું હોય તો આવી નોટિસો અમને પરત આવે છે. તો અમે એમની જો એમને અધૂરા એડ્રેસથી મળેલી એવી કોઈ હશે તો વારંવાર અમે પાછી એમને બીજી નોટિસ ઈશ્યૂ કરી અને એમને ખુલાસા માટે મોકો આપીશું. આમ છતાં પણ તે નહીં મળે તો અમારી ટીમ તેના ઘરે જશે.
    Click here to Read More
    Previous Article
    બજાજ ફાઈનાન્સના નામે એન્જિનિયર સાથે રૂ.18.38 લાખની છેતરપિંડી:બનાવટી NOC મોકલી ટોપઅપ લોન આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
    Next Article
    Pony Fur, Mezcal And More: US-Canada Trade War Is Getting Stranger

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment