Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સોરઠિયા બારોટ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન:શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તીર્ણ 50 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    1 week ago

    જામનગરમાં સોરઠિયા બારોટ સમાજ દ્વારા 7 જૂન, 2026 રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જામનગરના સોહમનગર, સમર્પણ રોડ પર આવેલા આહિર બોર્ડિંગ ખાતે સાંજે 5:00 વાગ્યે યોજાયો હતો. આ સમારોહમાં H.K.G, L.K.G, બાળવાટિકાથી લઈને કોલેજ અને અન્ય ઉચ્ચ અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલા જ્ઞાતિના આશરે ૫૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનું મુખ્ય સંચાલન બારોટ સમાજના હરીદાસભાઈ જી. પાલનપુરાના અધ્યક્ષસ્થાને થયું હતું. આ પ્રસંગે બારોટ જ્ઞાતિના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહના અંતે બારોટ સમાજના યુવા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દોહા, છંદ અને સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી:8નાં મોત; 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા, 2 કલાકમાં 138 આંચકા આવ્યા
    Next Article
    પત્નીની છેડતી કરનારને પથ્થરના ઘા મારી પતાવી દીધો:સુરતમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50ની હત્યા, રોડ પર ‘યમરાજ’નું ખુલ્લું આમંત્રણ; દર ત્રણ દિવસે એક મર્ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment