Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે 50 કલાક બાદ શરૂ:નવી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી ફરી વરસાદ ભુક્કા બોલાવશે, કપરાડામાં 3.5 ઈંચ વરસાદ; 27મીએ યલો એલર્ટ

    1 day ago

    રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યા બાદ આજથી જોર ઘટ્યું છે. આજે 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા 27 જુલાઈના રોજ વાવ-થરાદ, પાટણ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં જોરદાર વરસાદના રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર બનવાની સંભાવના છે જેના કારણે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ, ભારે પૂરને કારણે બંધ કરવામાં આવેલો રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે શરૂ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, 24 જુલાઈના બપોરના 1.30 વાગ્યે બાવળા પાસે પૂરના કારણે હાઈવે બંધ કરી ધોળકા એક્સપ્રેસ-વે પર વાહનવ્યવહાર ડાઈવર્ટ કરાયો હતો. 50 કલાક બાદ આજે ફરી નેશનલ હાઇવે પુનઃ કાર્યરત કરી દેવાયો છે. સિઝનમાં ઝોન વાઈઝ રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 77.42% નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.22%, સૌરાષ્ટ્રમાં 43.50%, ઉત્તર ગુજરાતમાં 39.53% અને કચ્છમાં સૌથી ઓછો 18.89% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી (26 જુલાઈ) સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સીઝનમાં પહેલીવાર 128 મીટર પાર નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને મધ્યપ્રદેશના પાવર હાઉસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી ચાલુ ચોમાસામાં પ્રથમ વખત 128 મીટર વટાવી 128.38 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જ સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમમાં 50,263 ક્યુસેક પાણીની આવક સામે 2,404 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં 6,550.81 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણી ઉપલબ્ધ થતાં કુલ સંગ્રહ ક્ષમતાનો 69.25% સ્ટોરેજ ભરાઈ ચૂક્યો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 45.17% પાણીનો સંગ્રહ થયો છે, જેમાંથી 14 ડેમ 100% પૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને 25 ડેમ 70%થી 100% સુધી ભરાયા છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 21 ડેમ માટે હાઈ એલર્ટ, 4 ડેમ માટે એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ જારી કરવામાં આવી છે. પૂર કે પાણીમાં ફસાયેલા 7,995 લોકોનું રેસ્ક્યૂ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 52,085 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર કે પાણીમાં ફસાયેલા 7,995 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. હાલમાં રાહત કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો, SDRFની 33 પ્લાટૂન અને આર્મીની 5 ટીમો તૈનાત રાખવામાં આવી છે. 22 સ્ટેટ હાઈવે સહિત 357 રસ્તા બંધ ભારે વરસાદના પરિણામે રાજ્યમાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે, જેમાં કુલ 357 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ માર્ગોમાં 22 સ્ટેટ હાઈવે, 2 નેશનલ હાઈવે (અમદાવાદ-1, સુરત-1), 35 અન્ય રાજ્ય માર્ગો અને 278 પંચાયત રોડનો સમાવેશ થાય છે. બીજી તરફ, GSRTCની કુલ 1,309 ટ્રીપો રદ કરવી પડી છે, જેનાથી એસ.ટી. નિગમને ₹36.09 લાખથી વધુની આવકનું નુકસાન થયું છે. રાજ્યમાં 59.59% વાવેતર પૂર્ણ રાજ્યમાં અત્યાર સુધીમાં 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતરના 59.59% છે. જેમાં મગફળી (86.05%), સોયાબીન (88.40%) અને કપાસ (78.71%) મુખ્ય પાક રહ્યા છે. બે દિવસ યલો એલર્ટ, 30 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે (27 જુલાઈ) વાવ-થરાદ અને પાટણ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, છોટાઉદેપુર, નર્મદા સહિતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે, હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર બનવાની સંભાવના છે, જેના કારણે 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે. આ નવી સિસ્ટમની અસર હેઠળ 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આ સિસ્ટમની અસર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. આ તરફ, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    Vaibhav Sooryavanshi leads India to clean sweep in Zimbabwe
    Next Article
    Exclusive: Mirabai Chanu's First Reaction After Winning Historic Commonwealth Games Gold Medal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment