Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાવડી ગેટ વિસ્તારમાં મહાનગરપાલિકાનું ડિમોલિશન:ગેરકાયદે ઝૂંપડા અને વિજ કનેક્શન દૂર કરાયા​, 50 થી વધુ પોલીસકર્મીઓ, 2 JCB અને સંયુક્ત ટીમ

    6 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલી પાવર હાઉસની દીવાલ પાસેના ગેરકાયદે દબાણો અને ઝૂંપડપટ્ટીઓ દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણ હટાવ સેલ ના સ્ટાફ, રોડ વિભાગનો સ્ટાફ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશીની કાર્યવાહી સાચી કરવામાં આવી હતી, દબાણ હટાવ સેલના અધિકારી કૃણાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અગાઉ પણ બે થી ત્રણ વખત દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં લોકો ફરીથી ગેરકાયદે ઝૂંપડા બાંધી લેતા હતા. આજના ડિમોલિશન દરમિયાન અહીં ગેરકાયદેસર રીતે લેવાયેલા વીજળી-લાઇટના કનેક્શનો પણ મળી આવ્યા હતા, જે તમામ હટાવી દેવામાં આવ્યા છે., હવે આ જગ્યા પર ફરીથી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દબાણ હટાવાયા બાદ હવે આ સમગ્ર જગ્યા પર તારનું ફેન્સિંગ કરીને તેને કવર કરી સેફ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે 50 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત રહ્યો હતો., દબાણ હટાવ સેલના 15 કર્મચારીઓ ઉપરાંત રોડ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગની સંયુક્ત ટીમો હાજર રહી હતી., દબાણો દૂર કરવા 2 જેસીબી, એક ડમ્પર અને દબાણ હટાવ સેલના વાહનોનો ઉપયોગ કરાયો હતો. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં આ પ્રકારના ગેરકાયદે દબાણો હશે, ત્યાં મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે...
    Click here to Read More
    Previous Article
    શાહપુુરમાં વેપારીને છરીના ઘા મારી 15 લાખની લૂંટ:મોઢામાં રૂમાલનો ડુચો મારી બે શખસ શોપિંગ સેન્ટરના ભોયરામાં લઈ ગયા, બે શખસ સાથે મળીને પૈસાની થેલી લઈ ચારેય ફરાર
    Next Article
    UP में ख़राब पानी की वजह से लोगों को बीमारियां हो रहीं, CMO कहते हैं पानी ख़राब नहीं !| Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment