Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં 50 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, 2 લોકોનાં મોત:દાવો- દુર્ઘટના સમયે 50 થી વધુ લોકો અંદર હાજર હતા; બેઝમેન્ટમાં ખોદકામ ચાલુ હતું

    16 hours ago

    દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં બે લોકોનાં મોત થયા છે. ઇમારતમાં પીજી ચાલે છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ રૂમમાં હતા. 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કાટમાળમાં કેટલા બાળકો ફસાયા છે. ઘટના બપોરે 1:30 વાગ્યાની છે. સ્થાનિક લોકો હથોડા વડે કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાટમાળમાં કેટલીક ગાડીઓ પણ દબાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, કાટમાળની બાજુમાં એક અન્ય ઇમારત પણ પડવાની સ્થિતિમાં છે. પરંતુ લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. દિલ્હી દુર્ઘટનાની તસવીરો… સત્ય નિકેતન દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે આવેલો મુખ્ય વિદ્યાર્થીઓનો રહેણાંક વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ PG અને હોસ્ટેલમાં રહે છે. આ વિસ્તારમાં ઘણા વિદ્યાર્થી આવાસ છે અને આસપાસ વેંકટેશ્વર કોલેજ, આર્યભટ્ટ કોલેજ, મોતીલાલ નેહરુ કોલેજ અને મૈત્રેયી કોલેજ જેવી સંસ્થાઓ છે. દિલ્હી દુર્ઘટનાના અપડેટ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Rajkot Health Department | રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં | Gujarat | News 18 Gujarati
    Next Article
    વઢવાણ લોકમેળામાં ચાલુ ચકડોળમાંથી પટકાતા પોલીસકર્મીની દીકરીનું મોત:મેળાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા; માસૂમના મોતથી પરિવારમાં માતમ છવાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment