Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કટારીયા ચોક પાસે ટીપી રોડ ખૂલ્લો કરી નવો ડાયવર્ઝન અપાયો:નવરાત્રિમાં 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે;કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર 10 મોટા અર્વાચીન રાસોત્સવ

    8 hours ago

    રાજકોટમાં નવરાત્રિ પર્વ દરમિયાન કટારીયા બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં યોજાનારા 10 જેટલા મોટા અર્વાચીન રાસોત્સવને પગલે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કટારીયા ચોકડી પાસે ટીપી રોડ ખૂલ્લો કરાવી નવો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. રાસોત્સવમાં દરરોજ ખેલૈયાઓ અને વાહનચાલકો મળી અંદાજે 50 હજાર લોકોની અવરજવર રહેવાની હોવાથી, બે દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા ટ્રાફિક ડીસીપીને કરાયેલી રજૂઆત બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. મનપાના હોદ્દેદારો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા અને શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન કેતન પટેલે સીટી એન્જિનિયર કુંતેશ મહેતા તથા ટીપી વિભાગના સ્ટાફ સાથે કટારીયા ચોકડી ખાતે સ્થળ મુલાકાત કરી હતી. તંત્ર દ્વારા વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર 11 હેઠળ કેશવમ રેસ્ટોરન્ટ નજીક, કાલાવડ રોડ કટારીયા ચોકડીથી 150 ફૂટ સેકન્ડ રીંગ રોડ પર આવેલ અંદાજે 350 મીટર લાંબો 18 મીટરનો ટીપી રોડ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ટ્રાફિક ઓડિટ અને વધારાના પોલીસ બંદોબસ્તની માગણી કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી તેમજ મોટા રાસોત્સવોના કારણે પીક અવર્સમાં ટ્રાફિકનું ભારે ભારણ રહેવાની શક્યતા છે. આ અંગે બે દિવસ પૂર્વે કોંગ્રેસના યુવા આગેવાન રોહિત રાજપૂત સહિતના અગ્રણીઓએ ટ્રાફિક DCP ને રૂબરૂ મળી તમામ આયોજન સ્થળોનું ટ્રાફિક ઓડિટ કરવા, પાર્કિંગ અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સુનિશ્ચિત કરવા તેમજ આસપાસના કેફે-હોટેલોનું રોડ પાર્કિંગ બંધ કરાવવા અપીલ કરી હતી. સાથોસાથ કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, કે.કે.વી. હોલ અને સ્પીડવેલ ચોક જેવા સંવેદનશીલ પોઈન્ટ્સ પર વધારાના ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત કરવા માગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર ન પહોંચી શક્યા પ્રદર્શનકારીઓ, ટોપના નેતાઓની અટકાયત:3500 સમર્થકો કસ્ટડીમાં, 38 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત, દિલ્હીમાં કિલ્લેબંધી; 7 મુદ્દામાં રોકવાની રણનીતિ
    Next Article
    મોરબીમાં ગોકુળ રાસોત્સવનું આયોજન:'નો તિલક, નો એન્ટ્રી' થીમ, મહિલાઓ-પરિવારો માટે અલગ ગ્રાઉન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment