Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોળકીએ દેશભરમાં હજારો લોકો પાસે 50 કરોડ ઉસેટ્યાની શંકા:ફોનમાં જાહેરાત જોઇ વેઇટલોસની દવાના ચક્કરમાં મહિલાએ 1.77 કરોડ ગુમાવ્યા

    1 day ago

    અડાજણના કાપડ વેપારીની પત્નીએ વેઇટ લોસના ચક્કરમાં 1.77 કરોડ ગુમાવ્યા છે. ફોનમાં વજન ઘટાડવાની જાહેરાત જોઈ તેઓ ભોગ બની હતી. મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે છટકું ગોઠવી દિલ્હીથી દવા લઈને આવતા કુરિયર બોય મોહંમદ હુસૈન ઉર્ફે રાહુલરાજ મોહંમદ મુર્તુજા (26) (રહે, બીજાવાસન, સાલાપુર, દિલ્હી, મૂળ ધોસી, યુપી)ને દબોચી લીધો છે. આ ટોળકીએ દેશભરમાં હજારો લોકો સાથે 50 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની શક્યતા છે. રેકેટનો માસ્ટર માઇન્ડ દીપક હાલમાં ફરાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ડો. ખન્નાના નામે ડંફાશ મારી કાપડ વેપારીની 55 વર્ષીય પત્નીને ઘૂંટણના અસહ્ય દુખાવાને કારણે ઊભા થવામાં તકલીફ હતી. વજન ઘટાડવા તેમણે ફેસબુક પર જાહેરાત જોઈ તેના આધારે સંપર્ક કર્યો તો સામેથી 3 હજારની દવા કુરિયરથી મોકલી 100 ટકા વજન ઉતારી જશે એમ કહ્યું હતું. જો કે, અઠવાડિયા સુધી ફરક ન પડતાં ટોળકીએ ડો. આકાશ અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ડો. એમ. કે. ખન્નાના નામે ડંફાશ મારી હતી. 6 ફેબ્રુઆરીથી 17 મે દરમિયાન કુરિયર બોયને મોકલી ટોળકીએ ટુકડે-ટુકડે 1.77 કરોડ રોકડા પડાવ્યા હતા. ઉપરથી વધુ 81.50 લાખ પણ માંગતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સુરત પોલીસે તન્વી અને પ્રિયાને દિલ્હીથી પકડી પાડી સુરત સાઇબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં બે યુવતીને પકડી પાડી છે. બંને યુવતીઓ તન્વી અને પ્રિયાના નામે મહિલા સાથે વેઇટ લોસના નામે વાત કરતી હતી. રવિવાર સુધીમાં બંને યુવતીને સુરત લાવી પોલીસ ધરપકડની કાર્યવાહી કરશે. એરપોર્ટ પર છટકું ગોઠવીને મોહંમદ હુસૈનને ઝડપી લેવાયો ગેંગનો કુરિયર બોય મોહંમદ હુસૈન દિલ્હીથી ટ્રેન-ફ્લાઈટમાં આવતો હતો. 7 વખત ટ્રેનથી અને છેલ્લે દવા આપવા ફ્લાઈટ પકડી સુરત એરપોર્ટ આવ્યો હતો. તે સમયે સુરત સાઇબર ક્રાઈમે છટકું ગોઠવી તેને દબોચી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    Portugal vs Colombia, FIFA World Cup 2026 Live Score: Bruno Fernandes’ shot saved by COL keeper
    Next Article
    સન્ડે ફોટો સ્ટોરી:કરાડવા તળાવ નવા રંગરૂપમાં: વોક-વે, ફૂડકોર્ટની સાથે સપ્તરંગી રોશનીનો ઝગમગાટ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment