Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી થવાનો VIDEO:અત્યાર સુધીમાં 6નાં મોત; કાટમાળ નીચે દટાયેલા 12 મેડિકલ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ, 2ની હાલત ગંભીર

    1 day ago

    દિલ્હીના સાકેત વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાનો વીડિયો રવિવારે સામે આવ્યો છે. શનિવારે સાંજે થયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. પોલીસ અને બચાવ ટુકડીઓએ કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવ્યા, જેમાંથી 10 ઘાયલોને AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 લોકોની હાલત ગંભીર છે. દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી અનંત મિત્તલે જણાવ્યું કે જ્યાં કાટમાળ પડ્યો હતો, ત્યાં મેડિકલ વિદ્યાર્થીઓની કેન્ટીન હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. NDRF, DDMA, ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસ સંયુક્ત રીતે હજુ પણ રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. ઘટના સંબંધિત તસવીરો… દૂરદર્શન બિલ્ડિંગનો પથ્થર પડ્યો દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દૂરદર્શન બિલ્ડિંગનો પથ્થર પડવાથી એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર બની રહી છે. ઘાયલની ઓળખ નીરજ કુમાર (35) તરીકે થઈ છે. દિલ્હીમાં બિલ્ડિંગ પડવાની અગાઉની 2 ઘટનાઓ જુલાઈ 2025: દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 6ના મોત દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત પડવાથી 6 લોકોના મોત થયા હતા. જ્યારે એક વર્ષના બાળક સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. બિલ્ડિંગમાં 10 લોકોનો એક પરિવાર રહેતો હતો. એપ્રિલ 2025: મહિના પહેલા ઇમારત પડવાથી 11 લોકોના મોત થયા હતા દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં 18 એપ્રિલની મોડી રાત્રે અઢી વાગ્યે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. 20 વર્ષ જૂની ઇમારત ધરાશાયી થયા બાદ 12 કલાકથી વધુ સમય સુધી બચાવ કામગીરી ચાલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારતમાં 22 લોકો રહેતા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતે બેંગલુરુને 156 રનનો ટાર્ગેટ આપ્યો:ટીમ તરફથી એકમાત્ર સુંદરની ફિફ્ટી, RCB માટે રાસિખ સલામ ડારે 3 વિકેટ ઝડપી
    Next Article
    Gujarat Heavy Rain Alert | આગામી 6 દિવસ રાજ્યમાં ખાબકશે પવન સાથે વરસાદ | Weather | News18 Gujarati

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment