Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રવિવારે 5 કેન્દ્ર પર UPSCની પરીક્ષા:ડિફેન્સ અધિકારી બનવા માંગતા 1050 ઉમેદવારો પરીક્ષા આપશે, કેન્દ્ર પાસે ઝેરોક્ષ મશીન બંધ સહિત અનેક પ્રતિબંધ

    9 hours ago

    યુનિયન પબ્લીક સર્વિસ કમિશન ( UPSC) દ્વારા રાજકોટ સહિત દેશભરના નિયત કરાયેલા સેન્ટરો પરથી આગામી તા.13ને રવિવારે નેશનલ ડીફેન્સ એકેડમી (એન.ડી.એ.) નેવલ એકેડમી અને કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિસ (સીડીએસ)ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં સૌરાષ્ટ્રના 1050 ઉમેદવારો રાજકોટના 5 કેન્દ્રો પરથી પરીક્ષા આપવાના છે. પેપરો સ્ટ્રોંગરૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ આ પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેક્ટર કચેરીના સ્ટ્રોંગરૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. રાજકોટમાં 1050 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ સેન્ટરમાં આ પરીક્ષા-શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ કડક પ્રબંધો કરવામાં આવ્યાં છે. કેન્દ્રો પર વર્ગ-1 અને 2 ના અધિકારીઓ સ્ટેન્ડ-ટુ રહી મોનીટરીંગ કરશે સદગુરુ મહિલા કોલેજ, આઇપી મિશન, કેન્દ્રીય વિદ્યાલય, એવીપીટી કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય એમ કુલ પાંચ કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવશે. સંરક્ષણ દળોમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટેની આ કસોટીના તમામ કેન્દ્રો પર વર્ગ-1 અને 2 ના અધિકારીઓ સ્ટેન્ડ-ટુ રહી મોનીટરીંગ કરશે. આ કસોટીના દિવસે તમામ કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત હેઠળ પેપરો પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. આ પરીક્ષા સંદર્ભે ખાસ જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશ ફરમાવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરનું જાહેરનામુ પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ, વાહન લઈ જવા તથા ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રથી 200 મીટરના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન, બ્લૂટૂથ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પોલીસે પરીક્ષા કેન્દ્રો નજીક ઝેરોક્સ મશીન બંધ રાખવા તથા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે BNS-2023 તથા જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સાંઢીયા પુલ ખુલ્યો છતાં ટ્રાફિક સમસ્યામાં વધારો!:જામનગર રોડ પર બેરિકેડથી હજારો વાહન ચાલકો પરેશાન, કહ્યું-મોદી સાહેબ પેટ્રોલ બચાવવા કહે, આ તો પેટ્રોલનો બગાડ થાય છે
    Next Article
    એશિયા કપ સેમિફાઈનલમાં ભારતની ખરાબ શરૂઆત:બીજી જ ઓવરમાં સ્મૃતિ મંધાના આઉટ, સતત બીજી મેચમાં સસ્તામાં આઉટ થઈ; INDનો સ્કોર 45/1

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment