Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:એરફોર્સ પ્લેન ક્રેશમાં 5 જવાન શહીદ, રામમંદિરમાં કરોડોની ચોરી મામલે SIT બની; ભાજપ યુવા મોરચા પ્રમુખનો આપઘાત

    5 days ago

    નમસ્તે, આસામમાં એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું, જેમાં 5 જવાનો શહીદ થયા. બીજી તરફ, રામ મંદિરમાં દાનની રકમની ચોરીના આરોપોની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ વાંચો તે જીવતી મિસાઈલની કહાની, જે હુમલા પછી પણ જહાજમાં ફસાયેલી રહી અને ભારત સુધી પહોંચી ગઈ. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન નીસ શહેરમાં ઇન્ડિયા ઇનોવેટ્સ 2026નું ઉદ્ઘાટન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- અમેરિકા સાથે કાલે શાંતિ સમજૂતી નહીં થાય: હજુ તેની તારીખ નક્કી નથી; પાકિસ્તાને કહ્યું હતું કે 24 કલાકમાં ડીલ થઈ શકે છે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર રવિવારે હસ્તાક્ષર નહીં થાય. તેમણે કહ્યું કે આ કરાર આગામી કેટલાક દિવસોમાં થઈ શકે છે, પરંતુ હજુ તેની તારીખ નક્કી નથી. બઘાઈના મતે, પાકિસ્તાનની મધ્યસ્થીથી તૈયાર થઈ રહેલા આ કરારનો હેતુ માત્ર યુદ્ધ સમાપ્ત કરવાનો છે. તેમાં હાલમાં પરમાણુ મુદ્દે કોઈ વાતચીત નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાનું વલણ વારંવાર બદલાતું રહ્યું છે, તેથી કરારને લઈને હજુ સાવચેતી રાખવાની જરૂર છે. આ પહેલા પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી 24 કલાકમાં શાંતિ કરાર થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આ પછી બંને દેશો આ કરાર પર ઓનલાઈન હસ્તાક્ષર કરશે અને આગામી સપ્તાહે ટેકનિકલ સ્તરની વાતચીત થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, પાયલટ સહિત 5 શહીદ:લેન્ડિંગ દરમિયાન આગ લાગી, બે ભાગમાં તૂટી ગયું; આસામના જોરહાટ એરબેઝ પર દુર્ઘટના આસામના જોરહાટના રૌરિયા ઇન્ડિયન એરબેઝ પર શનિવારે સવારે 10 વાગ્યે લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 5 જવાનો શહીદ થયા. તેમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. એક કો-પાયલટ ઘાયલ થયો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ અને તે બે ટુકડામાં તૂટી ગયું. આ AN-32 કાર્ગો વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિકો અને સામાનની હેરફેર માટે કરવામાં આવે છે. દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. જીવતી મિસાઈલ સાથે ઓઈલ ટેન્કર ભારત પહોંચ્યું:ઓમાનના દરિયામાં હુમલો થયો હતો; 2000 કિમીનો પ્રવાસ કરીને જહાજ કોચી આવ્યું, નેવીએ મિસાઈલ નિષ્ક્રિય કરી ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહથી કોચી આવેલા એક ઓઇલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે બહાર કાઢીને મોટો દરિયાઈ અકસ્માત ટાળી દીધો છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે 26 મેના રોજ ઓમાનના દરિયાકિનારે MT ઓલિમ્પિક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. આ જહાજ પર માર્શલ આઇલેન્ડનો ધ્વજ હતો. હુમલા બાદ મિસાઈલનું વોરહેડ ફાટ્યું નહીં, પરંતુ ટેન્કરના બહારના ભાગને ભેદીને ફ્યુઅલ ટેન્કમાં ફસાઈ ગયું. ટેન્કર અરબી સમુદ્રમાં લગભગ 2,000 કિલોમીટરની મુસાફરી કરીને કોચી પહોંચ્યું. ત્યારબાદ ભારતીય નૌકાદળે હાઈ-રિસ્ક ઓપરેશન ચલાવીને મિસાઈલ વોરહેડને બહાર કાઢ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રામમંદિરમાં દાનના પૈસા ગણતો, ઘરેથી ₹10 લાખ મળ્યા:છાણના ઢગલામાં છુપાવ્યા હતા, દાનમાંથી ચોરીનો આરોપ; યોગીએ SIT બનાવી અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના 7 કરોડ રૂપિયાની ચોરીના દાવાનો મામલો ગરમાતો જઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે શનિવારે સીએમ યોગી પાસે ચોરીના દાવાની તપાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા કરાવવાની માગ કરી. તેના થોડા કલાકો પછી 3 સભ્યોની SIT બનાવી દીધી છે. SIT 7 દિવસમાં પ્રારંભિક રિપોર્ટ અને 15 દિવસમાં અંતિમ રિપોર્ટ આપશે. આ તરફ, મંદિરના કર્મચારી લવકુશ મિશ્રા (27)ના ઘરેથી 10 લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે રૂપિયા છાણમાં છુપાવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક પૈસા બોક્સમાં પણ રાખ્યા હતા. જોકે, આ રૂપિયા કોના છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. લવકુશના પિતાએ પણ રૂપિયા મળ્યાની પુષ્ટિ કરી છે. સૂત્રો અનુસાર, લવકુશ મંદિરમાં ચઢાવાની રકમ ગણવાનું કામ કરતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પાકિસ્તાનમાં પેટ્રોલ 4 અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું:પેટ્રોલ 373.78 અને હાઈ-સ્પીડ ડીઝલ 378.78 રૂપિયા પ્રતિ લિટર થયું, કિંમતો આજથી લાગુ પાકિસ્તાન સરકારે પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા અને હાઈ સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેનાથી અહીં એક લિટર પેટ્રોલની કિંમત 373.78 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા) અને ડીઝલની કિંમત 378.78 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગઈ છે. નવી કિંમતો આજથી એટલે કે 13 જૂનથી લાગુ થઈ ગઈ છે. પાંચ અઠવાડિયામાં પેટ્રોલની કિંમત કુલ મળીને 41 રૂપિયા પ્રતિ લિટર ઘટી ગઈ છે. આ પહેલા એટલે કે ગયા અઠવાડિયે પણ સરકારે પેટ્રોલની કિંમતોમાં 4 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો, જોકે તે સમયે હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તે 380.78 રૂપિયા પર સ્થિર હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચોમાસા પર અલનીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે:16 જૂનથી વરસાદનું જોર વધશે, 41.9 ડિગ્રી સાથે રાજ્યમાં ભાવનગર સૌથી ગરમ શહેર રાજ્યમાં 15 જૂનથી ચોમાસું બેસતું હોય છે. આ વર્ષે 15 જૂન આસપાસ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. 16 જૂનથી વરસાદનું જોર વધી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ આકરી ગરમી યથાવત છે. આજે ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 41.9 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા-વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 4 લોકોના મોત થયા. તેમાંથી 3 એક જ પરિવારના હતા. તો યુપીના હાથરસમાં કોતવાલી સદરમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ ડૂબી ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાજપ યુવા મોરચાના પ્રમુખનો આપઘાત:સાવલીના પ્રફુલ સોલંકીએ ઘરમાં જ ફાંસો ખાધો; પિતાએ કહ્યું- 'ચૂંટણી સમયે થયેલા ઝઘડા બાદથી ડિપ્રેશનમાં હતો', પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ પર્વતસિંહ સોલંકીએ પોતાના જ નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અને ભાજપ સંગઠનમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ધનતેજ ગામ સહિત સમગ્ર સાવલી પંથકના રાજકીય કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના સાવલીના ધનતેજ ગામે બની હતી. તેમના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે.પ્રફુલ સોલંકી ભાજપના યુવા અને ઉત્સાહિત કાર્યકર તરીકે જાણીતા હતા. તેમના આ પગલાથી રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પરિવારે હાલ તો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃતકના પરિવારે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતાના ભત્રીજા અભિષેકનાં ઘરે રાતે 3 વાગ્યે પોલીસ ત્રાટકી:ચાર કલાક સુધી તપાસ કરી, બહાર સેન્ટ્રલ ફોર્સના જવાનો ઊભા રહ્યા; તાળું તોડીને ઘૂસ્યા હોવાનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : PoKમાં અત્યાર સુધીમાં 46 પ્રદર્શનકારીઓનાં મોત:1100 ધરપકડ; શરણાર્થી બેઠકો નાબૂદ કરવા આંદોલન, પાકિસ્તાની સેનાનો વિરોધ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભારતીય બેલેસ્ટિક ડિફેન્સ સિસ્ટમનો ટેસ્ટ સફળ:5,000 કિમીની રેન્જથી આવનારી મિસાઇલોને તોડી પાડશે, ભારત આ ટેકનોલોજી મેળવનાર પાંચમો દેશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જમીન પર ભમરડાંની જેમ ગોળ-ગોળ ફરતું રહ્યું હેલિકોપ્ટર:2 ટુકડા થયાં, જમીન અને હેલિકોપ્ટરની વચ્ચે અથડાતો રહ્યો પાયલટ, ચીનમાં શ્વાસ અધ્ધર કરી દેતો અકસ્માત વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે ખુશખબર:8મા પગાર પંચની શરતોને મંજૂરી, ફિટમેન્ટ ફેક્ટર 3 થવાથી બેઝિક સેલરી 45000 રૂપિયા થઈ જશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડકપ- 6 ખેલાડીઓ ભારતને ચેમ્પિયન બનાવી શકે:હરમન સૌથી સફળ કેપ્ટન, દીપ્તિ ટૉપ ઓલરાઉન્ડર, શેફાલીનો સ્ટ્રાઈક રેટ 135ને પાર વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ કર્ણની પ્રશંસા કરતા અર્જુનનો અહંકાર ઘવાયો:માધવે સૂર્યપુત્રના અસાધારણ પરાક્રમનું ભાન કરાવતા પાર્થનો ઘમંડ ઓગળ્યો, જાણો કથા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઈનામ માટે ઘોડાની જેમ દોડી રહ્યા છે લોકો ચેક ગણરાજ્યની રાજધાની પ્રાગમાં પહેલીવાર યુરોપિયન હોબી હોર્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. 6 જૂનથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ઘણા યુરોપિયન દેશોના યુવા ખેલાડીઓએ ભાગ લીધો. હોબી હોર્સિંગમાં ખેલાડીઓ નકલી ઘોડા સાથે ઘોડેસવારી જેવી ઇવેન્ટ્સમાં ભાગ લે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 148 વર્ષ જૂના અલ નીનો જેવી સ્થિતિ, ત્યારે 55 લાખ મોત થયાં'તાં; સમુદ્રનું પાણી 2°C ઉકળવાથી કેવી રીતે તબાહી મચે છે? 2. 'સિંહો માટે ઇન્દિરા ગાંધીએ ડેમનો પ્રોજેક્ટ રદ કરાવ્યો હતો': નિવૃત્ત વન અધિકારીએ કિસ્સા કહ્યા, રાજભા ગઢવી મામલે બોલ્યા- આમને આમ ગીર ખતમ થઇ જશે 3. 'હવે અમારી પાસે શું પાવર હોય?': દીકરી પર હુમલો થતાં બોમ્બે HCના ગુજરાતી મૂળના રિટાયર્ડ જજની લાચારી, દાઉદી વોરા ધર્મગુરૂ અંગે ચુકાદો આપ્યો હતો 4. DB REELS: 'આજ ભી મેં ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા': 'સોશિયલ મીડિયા ટ્રોલ કરતાં શૂટિંગ કરવું સરળ', જુઓ 'લાલભાઈ' કરણ જોશીનો બિન્દાસ અંદાજ 5. હિન્દુ બનીને દોસ્તી, પછી જન્નત જવા માટે ગેંગરેપ: સાહિલ નીકળ્યો ફહીમ, પીડિતને કહ્યું- ગૌમાંસ ખા, આ મુસ્લિમ બનવાની શરત 6. ભાસ્કર એનાલિસિસ દુબઈના પેલેસમાં શું ચાલી રહ્યું છે?: પેલેસની મહિલાઓ ભાગી જાય છે; ત્રણ દીકરી સાથે ઝૈનબ લાપતા થઈ, બે દીકરી વર્ષોથી કેદમાં 7. પારકી પંચાત મંત્રી પ્રફુલ પાનસેરિયા ભક્તિમાં લીન: કરતાલ લઈને મંદિરમાં બેસી ગયા, કૌશિક વેકરિયાએ અધિકારીઓને હંફાવી દીધા, અમદાવાદમાં પટેલ સાહેબના આદેશનો ઉલાળિયો ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: કર્ક રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત, આત્મવિશ્વાસ અને સૂઝબૂઝથી તુલા રાશિના સંકટો ટળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Brazil vs Morocco Live Score, FIFA World Cup 2026: 1-1 in 66 minutes after Vinicius Jr’s wonder goal
    Next Article
    Brazil vs Morocco Live Score, FIFA World Cup 2026: With score 1-1, 10 minutes added on

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment