Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રાશનિંગના 5 દુકાનદારને ₹8 લાખનો દંડ:સસ્તા અનાજની દુકાનોમાં જથ્થામાં વધઘટની ક્ષતિ સામે આવી, સૌથી વધુ અઢી લાખનો દંડ મહિલા પરવાનેદારને ફટકારાયો

    11 hours ago

    રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેર અને જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં ચેકિંગ કરાવવામાં આવી રહ્યું છે. જે દરમ્યાન જથ્થામાં વધઘટ સહિતની ક્ષતિઓ બહાર આવતા રાશનીંગના 5 દુકાનદારને પુરવઠા અધિકારી અજય ઝાંપડા દ્વારા ₹8 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ₹ 2.55 લાખનો દંડ જામટીંબડીના મહિલા પરવાનેદારને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાશનિંગની દુકાનમાં જથ્થામાં વધઘટ હતી રાજકોટ જીલ્લાના જેતપુર, વિંછીયા, કેરાળી, જામટીંબડી અને સોખડા ગામમાં પુરવઠાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વેપારી કિશોર હેમનાણી, જેન્તીભાઈ રાજપરા, ગાંડુભાઈ ગુજરાતી, વારસંકીયા લક્ષ્મીબેન અને બાલીયા મીનાબેનની દુકાનમાંથી જથ્થામાં વધઘટ જણાતા આ તમામ કેસ પુરવઠા અધિકારી સમક્ષ ચાલી ગયા હતા. આ 5 કેસમાં પુરવઠા અધિકારીએ ₹ 8,20,158 નો દંડ પરવાનેદારોને ફટકાર્યો હતો. આ ઉપરાંત સૌથી વધુ રૂ.2.55 લાખનો દંડ જામટીંબડીના પરવાનેદાર વારસંકીયા લક્ષ્મીબેનને ફટકારવામાં આવ્યો છે. જ્યારે જેતપુરના પરવાનેદાર કિશોરભાઈ હેમનાણીને રૂ.2.29 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જયારે કેરાળીના ગાંડુભાઈ ગુજરાતીને રૂ.1.53 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પાંચ પરવાનેદારને દંડ ફટકારાયો
    Click here to Read More
    Previous Article
    નામ બદલીને 28 વર્ષથી ફરાર ચોર પકડાયો:જે.જે. માર્કેટમાં કાપડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડ બન્યો હતો
    Next Article
    Why British Empire Collapsed So Fast | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment