Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:હવે સુરતથી પણ વાઇલ્ડલાઇફ સફારી માણી શકાશે: કેવડીથી રાજાટાકા 5 કિમીના ટ્રેક પર જિપ્સી દોડશે, વીકેન્ડનું ભાડું ₹5000

    3 days ago

    શહેર-જિલ્લાના પ્રકૃતિપ્રેમી સાસણ-ગીર કે ડાંગની જેમ હવે પ્રથમ વખત વાઇલ્ડલાઇફ જંગલ સફારી ઘરઆંગણેથી માણી શકશે. વન વિભાગ દ્વારા માંડવી તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ ખાતે જિલ્લાની સર્વપ્રથમ જંગલ સફારી સેવાનો વિધિવત્ પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓ માટે ખાસ મોડિફાઈડ 8-સીટર ઓપન સફારી વાહન (જિપ્સી) મૂકવામાં આવ્યું છે, જે કેવડીથી શરૂ થઈ ગાઢ જંગલ વચ્ચે આવેલા રાજાટાકા સુધીના 5 કિલોમીટરના નેચરલ ટ્રેક પર પ્રવાસીઓને વન્યજીવના દર્શન કરાવશે. સુરતથી અંતર 80 કિમી: કેવડી ઈકોટુરિઝમની વેબસાઇટ પર બુકિંગ કરાશે વાહનના દર સોમથી શુક્ર 3500 રૂપિયા રહેશે, શનિ-રવિ (વીકેન્ડ) માટે 5000 ભાડું છે. 8 પ્રવાસીઓના ગ્રુપ માટે વ્યક્તિદીઠ ખર્ચ સામાન્ય દિવસોમાં 438 અને વીકેન્ડમાં 625 થશે. બુકિંગ કેવડી ઈકોટુરિઝમની વેબસાઇટથી કરી શકાશે. ઓપન સફારી સાથે પ્રવાસન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો 2,300 હેક્ટરના જંગલમાં ઝરખ અને ઉડતી ખિસકોલી સહિતની જૈવવિવિધતા છે. અત્યાર સુધી માત્ર નાઇટ હોલ્ટ અને ડે-પિકનિકની સુવિધા હતી, હવે ઓપન સફારી સાથે પ્રવાસન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. ભાસ્કર ઇન્ફો : સુરતથી કેવડી આ રીતે પહોંચી શકાશે સુરતથી કડોદરા કે પલસાણા ચોકડી થઈ બારડોલી, મઢી, માંડવી, પીપળવાડાથી ડાબી બાજુ વળીને કેવડી પહોંચી શકાશે. (આ રૂટ અંદાજે 80 કિમીનો હશે) ખાસિયત : કેવડી કેમ્પસાઇટ પર મોબાઈલ નેટવર્ક નથી. આમ, ડિજિટલ ડિટોક્સ માટે આ સ્થળ જાણીતું છે. રાત્રિ રોકાણ માટે ટ્રી-હાઉસ, ઇગ્લૂ, કોટેજ છે.
    Click here to Read More
    Previous Article
    તિથલ BAPS મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયાં:ભગવાન સમક્ષ મીઠાઈઓ, ફરસાણ સહિતની વાનગીઓ ધરાવાઈ, મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા
    Next Article
    Warriors Win 8th Straight After An 0-3 Start, Eye No. 9 In Houston

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment