Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા:ઉદ્યોગનગરની દુકાનમાંથી ₹2.98 લાખનો મુદ્દામાલ જપ્ત

    17 hours ago

    સુરેન્દ્રનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹2,98,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે, LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹23,480, પાંચ મોબાઇલ ફોન, ત્રણ મોટરસાયકલ અને ગંજીપાના સહિત કુલ ₹2,98,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થભાઈ સુરેશભાઈ લખતરિયા, અક્ષયભાઈ રમેશભાઈ સરૈયા, સંજયભાઈ છેલાભાઈ ગોહીલ, અજીતભાઈ હસમુખભાઈ વઢવાણીયા અને સચીનભાઈ પ્રદ્યુમ્નભાઈ રાવલનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના રાજુલામાં 9 અને ધારીમાં 7 ઈંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર:ખેતરો તળાવમાં ફેરવાયા, ગીર ગઢડાના રાવલ ડેમના 6 દરવાજા ખોલાયા; ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ શરૂ
    Next Article
    ભગવાન જગન્નાથજીની નગરચર્યા પૂર્વે પોલીસ એક્શન મોડમાં:2 કિ.મી.ના સંવેદનશીલ રૂટ પર 200થી વધુ જવાનોનું મેગા કોમ્બિંગ; હથિયારો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment