Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 5 ભંગારના વેપારીના નામે ₹2000 કરોડનું ITC કૌભાંડ:મણિપુરની નકલી કંપની સાથે કનેક્શન ખુલતાં DGGI ચોંકી ઊઠી, મોટા માથાઓ સુધી પહોંચવા કવાયત્

    10 hours ago

    હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરતમાં અત્યાર સુધીનું સૌથી મોટું ₹2000 કરોડનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડ સપાટી પર આવતાં સેન્ટ્રલ GST વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રોજિંદુ સામાન્ય ટર્નઓવર ધરાવતા ભંગારના 5 નાના વેપારીઓના નામે અચાનક અબજો રૂપિયાનું શંકાસ્પદ ટર્નઓવર દેખાતાં DGGI (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ) વડોદરા અને સુરતની ટીમોએ તાબડતોબ તપાસ હાથ ધરી છે. આ માતબર રકમની આઈટીસી મણિપુરની બોગસ શેલ કંપનીઓ દ્વારા ટ્રાન્સફર કરાઈ હોવાનું સામે આવતાં આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાના ભંગારિયાઓને મહોરું બનાવી અબજોનું કૌભાંડ આચર્યું DGGIની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રોજીંદી મજૂરી કરતા સ્ક્રેપ ડીલરો પોતાના ચોપડે બોલતા અબજો રૂપિયાના વ્યવહારો જોઈને ખુદ સ્તબ્ધ થઈ ગયા હતા. અધિકારીઓની શંકા મુજબ આ સામાન્ય વેપારીઓને અંધારામાં રાખીને તેમની પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો છે. દસ્તાવેજોના દુરુપયોગ અંગે સ્થાનિક એજન્ટો શંકાના ઘેરામાં અંતરિયાળ રાજ્ય મણિપુરમાં બેઠેલા કૌભાંડીઓ પાસે સુરતના સ્ક્રેપ ડીલરોના જીએસટી નંબર, પાનકાર્ડ અને બેંક ખાતાની વિગતો કેવી રીતે પહોંચી તે અંગે તપાસ તેજ કરાઈ છે. કોઈ સ્થાનિક એજન્ટે લાલચ આપી દસ્તાવેજો મેળવ્યા હોવાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા બેંક એકાઉન્ટ્સ અને ડિજિટલ ટ્રેઇલની કડીઓ જોડવામાં આવી રહી છે. કિંગપિન અને મોટા માથાઓ સુધી પહોંચવા કવાયત હાલ તમામ પાંચેય સ્ક્રેપ ડીલર્સને ડીજીજીઆઈ કચેરીએ બોલાવી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. રૂ. 2000 કરોડના આ મહાકૌભાંડના પડદા પાછળ બેઠેલા અસલી માસ્ટરમાઈન્ડ અને આંતરરાજ્ય ગેંગના મોટા માથાઓ સુધી પહોંચવા માટે વડોદરા અને સુરતની સંયુક્ત ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયા ફ્લાઇટના પાઇલટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ:ફુકેટ-દિલ્હી ફ્લાઇટ આંચકા સાથે 300 ફૂટ નીચે આવી ગઈ હતી, 137 મુસાફરો સવાર હતા
    Next Article
    Who Is Anil Chakravarthy, Adobe's New CEO Replacing Shantanu Narayen

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment