Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોક્સ ઓફિસ પર માઈકલ જેક્સનનું ‘મૂનવોક’:5 જ દિ'માં ₹2000 કરોડનો આંકડો પાર, બની દુનિયાની સૌથી મોટી બાયોપિક; કાકાના રોલમાં ભત્રીજો છવાયો

    16 hours ago

    પોપ સંગીતના કિંગ માઈકલ જેક્સનનો જાદુ આજે પણ દુનિયાભરમાં અકબંધ છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી બાયોપિક 'Michael' એ બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે કે મોટા-મોટા રેકોર્ડ્સ ધરાશાયી થઈ ગયા છે. આ ફિલ્મે માત્ર 5 જ દિવસમાં ₹2000 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. 'ઓપનહાઈમર'નો રેકોર્ડ તોડ્યો ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળવા છતાં, દર્શકોએ આ ફિલ્મને હીટ માની લીધી છે. 'માઈકલ' એ અત્યાર સુધીની બ્લોકબસ્ટર બાયોપિક્સ જેવી કે 'ઓપનહાઈમર' અને ‘બોહેમિયન રેપ્સોડી’ને પણ પાછળ છોડી દીધી છે. એક સરખામણી કરીએ તો, ભારતની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર 2' એ દોઢ મહિનામાં ₹1800 કરોડની કમાણી કરી હતી, જ્યારે 'માઈકલ' એ માત્ર 5 જ દિવસમાં આ આંકડો વટાવી દીધો છે. નોર્થ અમેરિકામાં પણ આ ફિલ્મે $97 મિલિયન (આશરે ₹899 કરોડ) નું ઓપનિંગ મેળવીને 'ઓપનહાઈમર' ($82 મિલિયન) નો રેકોર્ડ તોડ્યો છે. ભારતમાં પણ 'માઈકલ'નો ક્રેઝ વિદેશી બજારોની સાથે ભારતીય સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ભારતમાં રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં જ ફિલ્મે ₹16.72 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ગ્રોસ કલેક્શન ₹20 કરોડને પાર કરી ગયું છે. શનિવાર અને રવિવારે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે ₹5 કરોડથી વધુનો કારોબાર કર્યો હતો. કાકાના રોલમાં ભત્રીજો છવાયો આ ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ માઈકલ જેક્સનનો ભત્રીજો જાફર જેક્સન છે. જાફરે આ ફિલ્મમાં તેના કાકા (માઈકલ) નો મુખ્ય રોલ ભજવ્યો છે. દર્શકો અને વિવેચકો બંને જાફરના અભિનય અને તેના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે. પોતાની ફિલ્મને મળી રહેલા અભૂતપૂર્વ પ્રેમ બદલ જાફર જેક્સને ચાહકોનો આભાર માનતા કહ્યું કે, "આખી દુનિયાએ પોતાનો અભિપ્રાય આપી દીધો છે અને દરેક વ્યક્તિ પોતાનું સમર્થન બતાવી રહી છે. આ પ્રેમ બદલ હું ખૂબ જ આભારી છું." સંગીત-સંઘર્ષની અદ્ભુત ગાથા આ ફિલ્મ માઈકલ જેક્સનના તે સંઘર્ષની વાત છે જે દુનિયાએ ક્યારેય જોઈ નહોતી. એક નાના રૂમમાં 8 ભાઈ-બહેનો સાથે ઉછરેલા માઈકલથી લઈને ગ્લોબલ આઈકોન બનવા સુધીની સફર આ ફિલ્મમાં આબેહૂબ કંડારવામાં આવી છે. તેમનો પ્રખ્યાત 'મૂનવોક' હૂક સ્ટેપ, 'થ્રિલર' આલ્બમનો ક્રેઝ અને સ્ટેજ પરની તેમની તે ઇલેક્ટ્રિક એનર્જી જોઈને થિયેટરોમાં દર્શકો ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા છે. જુઓ ફિલ્મનું સંપૂર્ણ ટ્રેલર:
    Click here to Read More
    Previous Article
    5 free online puzzle games that will keep you occupied for hours
    Next Article
    ઇઝરાયલમાં નેતન્યાહૂને હટાવવા એક થયા બે પૂર્વ વડાપ્રધાન:બેનેટ-લેપિડ પોતાની પાર્ટીનું વિલિનીકરણ કરશે, 2021માં બંનેએ મળીને બેન્જામિનને હરાવ્યા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment