Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર 5 દિવસના રિમાન્ડ પર:પૈસા બમણા કરવાની લાલચ આપી સિનિયર સિટીઝન પાસે ₹19.60 લાખ પડાવ્યા, પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

    1 week ago

    વલસાડ સાયબર ક્રાઈમે પૈસા બમણા કરવાની લાલચ આપી 76 વર્ષીય વૃદ્ધ પાસેથી ₹19.60 લાખની છેતરપિંડી કરવા બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઘટના વલસાડના ઉમરગામ વિસ્તારમાં બની હતી, જ્યાં આરોપીઓએ વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. તેઓએ પોતાની ઓળખ 'અઘોરી બાબા' અને 'ગુરુજી' તરીકે આપી હતી અને વૃદ્ધને વિશ્વાસ અપાવ્યો હતો કે તાંત્રિક વિધિ દ્વારા તેમની રકમ ટૂંક સમયમાં બમણી થઈ જશે. આ માયાવી જાળમાં ફસાઈને વૃદ્ધે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹19,60,500 ટ્રાન્સફર કર્યા હતા. લાંબા સમય સુધી પૈસા બમણા ન થતા અને આરોપીઓ દ્વારા વધુ નાણાંની માંગણી ચાલુ રહેતા વૃદ્ધને છેતરાયાનો અહેસાસ થયો. વૃદ્ધના પુત્રએ મોબાઈલ ટ્રાન્ઝેક્શન તપાસતા આ આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. ફરિયાદ મળતા જ વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી. બેંક એકાઉન્ટ અને કોલ ડિટેલ્સના આધારે પોલીસે મહીસાગર જિલ્લાના વીરપુર સુધી તપાસ લંબાવી હતી. ત્યાં સ્થાનિક રિક્ષાચાલકો અને બાતમીદારોની મદદથી વોચ ગોઠવી 'લીમડા ભાગોળ' વિસ્તારમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં નૌમાનખાન મહેબુબખાન પઠાણ (25), અજાજખાન જાફરુલ્લાખાન પઠાણ (32), સલમાનખાન જાફરુલ્લાખાન પઠાણ (34), સમીરખાન જાફરૂલ્લાખાન પઠાણ (26) અને ઇરફાન ઇસ્માઇલભાઇ શેખ (35) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો અઘોરીનો વેશ ધારણ કરી વીડિયો કોલ પર વિધિ કરતા હોવાનો ઢોંગ કરતા હતા જેથી ભોગ બનનારને તે સાચું લાગે. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ તાંત્રિક વિધિથી પૈસા બમણા કરી શકતું નથી. આવા અજાણ્યા લોકોના ફોન આવે તો લાલચમાં આવ્યા વગર તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું 89.12% અને સાયન્સનું 88.97% પરિણામ:213 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા
    Next Article
    વેરાવળમાં ભાજપનો વિજયોત્સવ:પશ્ચિમ બંગાળ, આસામ અને પોડિચેરીમાં પાર્ટીની જીત થતાં ટાવર ચોક પર આતશબાજી, કાર્યકરોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment