Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બાઇક ચોરી કરતા બે ઝડપાયા:પોલીસે 5 ગુનાનો ભેદ ઉકેલી ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    10 hours ago

    વલસાડ રેલ્વે પોલીસે વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત પોલીસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે વલસાડ ઈસ્ટ રેલ્વે યાર્ડ પાસે રિક્ષા ટેમ્પોમાં ચોરીની બાઇક ભરી રહેલા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી પાંચ મોટરસાયકલ, છ મોટરસાયકલના એન્જિન અને એક રિક્ષા ટેમ્પો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1.95 લાખ આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વલસાડ રેલ્વે અને સિટી વિસ્તારમાંથી બાઇક ચોરી કરી ભંગારમાં વેચતા હોવાનું કબૂલ્યું હતું.પકડાયેલા આરોપીઓની ઓળખ દિનેશભાઈ પોપટભાઈ પ્રજાપતિ અને નંદલાલ સત્તીષભાઈ ગુપ્તા તરીકે થઈ છે.આ કાર્યવાહીથી વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનના ત્રણ અને ધરમપુર પોલીસ સ્ટેશનના બે મળી કુલ પાંચ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    IPS સાહેબે ધડાધડ નંબર બ્લોક કર્યા:માંડવીનાં ખેતરમાં ઇટાલિયાનો ડાયરો, કેમેરો ચાલુ રખાવી ગીત લલકાર્યાં, ચોટીલાના SDM છેલ્લા દિવસે પણ સપાટો બોલાવતા ગયા
    Next Article
    પાટણમાં મચ્છરજન્ય રોગો નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ સક્રિય:ઉત્પત્તિ સ્થળોની સફાઈ, પાત્રોની તપાસ, એબેટ દ્રાવણનો ઉપયોગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment