Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્જિનિયરિંગ વિભાગ બન્યું રેલવેનું નવું ચેમ્પિયન:5 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ખેલકૂદ મહાકુંભમાં RPF બીજા અને મિકેનિકલ ત્રીજા ક્રમે

    4 days ago

    રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન (RDSA) દ્વારા રેલવે કર્મચારીઓ માટે આયોજિત ‘ડીઆરએમ ટ્રોફી-2026’ સંપન્ન થઈ છે. 5 ફેબ્રુઆરીથી 22 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં રેલવેના વિવિધ વિભાગો વચ્ચે રસાકસી જોવા મળી હતી. શારીરિક સૌષ્ઠવ અને ખેલદિલીના આ મહોત્સવમાં એન્જિનિયરિંગ વિભાગે મેદાન મારીને ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વિવિધ રમતોમાં ખેલાડીઓનો જોશ આ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નહોતી. રેલવે સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, ફૂટબોલ, સાયકલિંગ અને એથ્લેટિક્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર પ્રદર્શનના અંતે પોઈન્ટ ટેબલમાં 63 પોઈન્ટ સાથે એન્જિનિયરિંગ વિભાગ પ્રથમ, 36 પોઈન્ટ સાથે RPF બીજા અને 25 પોઈન્ટ સાથે મિકેનિકલ વિભાગ ત્રીજા સ્થાને રહ્યો હતો. ક્રિકેટ ફાઈનલમાં એન્જિનિયરિંગનો વિજય ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેલી ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલ મેચ એન્જિનિયરિંગ અને ઓપરેટિંગ વિભાગ વચ્ચે રમાઈ હતી. જેમાં એન્જિનિયરિંગની ટીમે શાનદાર રમત બતાવી વિજેતા ટ્રોફી જીતી લીધી હતી, જ્યારે RPF રનર્સ-અપ રહ્યું હતું. વ્યક્તિગત પ્રદર્શનમાં RPFના દીપક મરીચિ 'મેન ઓફ ધ સિરીઝ', મેડિકલ વિભાગના રામકિશન કુમાવત 'શ્રેષ્ઠ બેટ્સમેન' અને એન્જિનિયરિંગના વિતુલ બારૈયા 'શ્રેષ્ઠ બોલર' તરીકે પસંદ થયા હતા. ગૌરવશાળી ઇનામ વિતરણ સમારોહ સમાપન સમારોહમાં ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કર્યા હતા. તેમણે રેલકર્મીઓને ફરજની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા પ્રેરણા આપી હતી. આ આયોજનને સફળ બનાવવામાં આર.સી. મીણા, સેન્દિલ નાટકણ, પ્રતીક મહેતા, હાર્દિક રાઠોડ અને મીત ગોસ્વામીએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મુકેશી મીના, સુનીલ કુમાર મીના અને નરેન્દ્ર સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં તાપમાન 37°C:3 ડિગ્રીનો વધારો, ઉત્તરના પવનથી બપોરે લૂનો અનુભવ થશે
    Next Article
    Plane, Truck Collide On New York's LaGuardia Airport Runway, Pilots Hurt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment